– કુલપતિના પાવરનો ઉપયોગ કરી નિયમાનુસાર કોરમ પૂર્ણ કરવું અનિવાર્ય
– કોરમ પૂર્ણ નહીં થતા ત્રણ-ત્રણ વાર બોલાવેલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સભા રદ્દ કરવી પડી : અનેક નિર્ણયો અધ્ધરતાલ
ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં નવો કોમન એક્ટ અમલી થયો છે અને સર્વોચ્ચ સત્તા મંડળની ઇ.સી. અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની નવી રચનાનું પ્રવધાન હોય પરંતુ માત્ર કોરમ પુરતી જ સભ્યોની નિમણૂક થતા નિમાયેલ સભ્યોમાંથી બે વ્યક્તિ ગેરહાજર રહે તો સમગ્ર સભા રદ્દ થઇ રહી છે અને આ ઘટના ત્રણવાર બની પણ ચુકી છે ત્યારે કોરમ જો નિયમાનુસાર પૂર્ણ કરવામાં આવે તો આ બન્ને સત્તા મંડળની બેઠકો યોજાય અને યુનિ.ના મહત્વના અટકેલા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે.