E-Government : ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને પેપરલેસ બનાવીને કાર્યક્ષમતામાં વધારો કરવાની પહેલ એટલે “ઇ-સરકાર”. રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને વિભાગોમાં સફળતાપૂર્વક સંચાલિત ઇ-સરકાર પ્રોજેક્ટમાં વર્ષ 2021 થી 2024 સુધી ક્રિએટેડ ઇ-ટપાલ્સની અંદાજિત કુલ સંખ્યા 1 કરોડથી વધારે નોંધાઈ છે. આ ઉપરાંત અંદાજે 31 લાખથી વધુ ઈ-ફાઈલ ક્રિએટ કરવામાં આવી છે. વધુમાં, આ કામગીરીને સુવ્યવસ્થિત બનાવવા 1.20 લાખથી વધુ યુઝર્સની નોંધણી કરવામાં આવી છે.