– દર વર્ષે સવા લાખ હેક્ટરની એવરેજ સામે ચાલુ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો
– ડુંગળીની સૌથી વધુ 40 હજાર હેક્ટરમાં વાવણી, ઘાસચારાનું 34 હજાર, ઘઉંનું 33 હજાર, ચણાનું 21 હજાર હેક્ટરમાં વાવેતર
ભાવનગર : ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે ૧,૪૧,૬૯૩ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. દર વર્ષે સામાન્ય રીતે સવા લાખ હેક્ટરમાં વાવેતરની એવરેજ રહે છે ત્યારે આ વર્ષે રવિ પાકના વાવેતર વિસ્તારમાં વધારો નોંધાયો હોવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.
સાધનોના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુ પૂર્ણ થતા ખરીફ પાકની સિઝન પૂર્ણ થાય છે અને ઓક્ટોબર માસના અંતમાં અથવા નવેમ્બર ખેડૂતો રવિ પાકની વાવણીનો પ્રારંભ કરે છે.