– બાળકોના અધિકાર અને વિકાસ માટે કાર્યરત સંગઠન શૈશવની નમૂનેદાર પ્રવૃતિ
– 68 બાળ સભ્યોએ જ શહેરના 15 વિસ્તારોના બાળકોને મળી કોનાથી ડર લાગેછે?થી લઈ ડરના પ્રકારો, સ્થળ અને સ્થિતિ-સંજોગોનો અભ્યાસ કર્યો
ભાવનગર : છેલ્લા ત્રણ દાયકાથી પણ અધિક સમયથી બાળકોના અધિકાર અને વિકાસ માટે કાર્યરત શૈશવ સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ નૂતન અભિગમ સાથે આગામી તા.૨૫ના રોજ ૨૨ મો વાર્ષિકોત્સવની ઉજવણી કરાશે. આ પ્રસંગે સંસ્થાના તાલીમબધ્ધ ૬૮ બાળસભ્યો દ્વારા શહેરના અલગ અલગ ૧૫ વિસ્તારોના ૬૦૨ બાળકો પાસેથી ડર સંબંધિત કરાયેલ સર્વેક્ષણ અંગેના અભ્યાસના તારણનો વિસ્તૃત રિપોર્ટ રાજયના બાળ આયોગના મહિલા ચેરપર્સન સમક્ષ રજુ કરશે
વર્તમાન સમયમાં બાળ સુરક્ષા એક મહત્વનો પડકાર બની રહ્યો છે.