PMJAY New SOP : રાજ્યમાં PMJAY માન્ય હોસ્પિટલમાં કૌભાંડની ઘટના બાદ સરકાર એકાએક જાગી છે. જેમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAY યોજનામાં મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આવતી કાલે સોમવારની સવારે 11 વાગ્યે આરોગ્ય મંત્રી PMJAY યોજનાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ની સત્તાવાર જાહેરાત કરશે.
PMJAY યોજનાની નવી SOP જાહેર કરાશે
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનામાં ગેરરિતી થવાની ઘટના બાદ તંત્રી એક્શનમાં આવ્યું હતું.