માવજત વિના થતા બોર માનવ અને પક્ષીઓ માટે આશીર્વાદરૂપ
દાયકાઓ અગાઉ પ્રમાણભૂત માપમાં માત્ર ૫ાંચ રૂપિયાના ભાવે વેચાતા તાજા બોરની કિંમત હાલમાં રૂ.૧૦૦થી૧૨૦
ભુજ: શિયાળાની સિઝનમાં ખાટા-મીઠા ચણીયા બોરનું આગમન થયું છે.ખુલ્લા વગડામાં ખાસ કરીને કપિયત વિસ્તારમાં કે જ્યાં ખુલ્લો સીમાડો છે ત્યાં રોડની બંને બાજુએ તથા ખેતરના શેઢે ખાસ કરીને ચણિયા બોર જોવા મળે છે.જોકે બોરમાં પણ વિવિધ પ્રકારની અલગ-અલગ જાત છે.