23 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
23 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતશેત્રુંજી નદીના પટમાંથી રેતીચોરીના કેસમાં છ શખ્સના આગોતરા નામંજૂર

શેત્રુંજી નદીના પટમાંથી રેતીચોરીના કેસમાં છ શખ્સના આગોતરા નામંજૂર



સ્ટાફ સાથે ગેરવર્તણુક કરી વાહનો લઈ નાસી ગયેલા ૧૩ શખ્સ સામે ગુનો દાખલ થયેલો

જો જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જશે : સરકારી વકીલ

ભાવનગર: ગારિયાધાર તાલુકાના ગુજરડા ગામની સીમમાં આવેલી શેત્રુંજી નદીના પટમાંથી હોડી મારફત ગેરકાયદે સાદી રેતીની ચોરી કરવાના કેસમાં ૧૩ પૈકીના ૬ શખ્સે ભાવનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા કોર્ટે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તમામ શખ્સના આગોતરા નામંજૂર કર્યા હતા.

જાણવા મળ્યા મુજબ ગારિયાધારના ગુજરડા ગામની હદમાં આવતી શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં ગત તા.૨૭-૧૦ના રોજ બોટાદ અને ભાવનગર ભુસ્તરશાસ્ત્રીની કચેરીની ટીમે દરોડો પાડી તપાસ કરતા શેત્રુંજી નદીમાંથી બે યાંત્રિક બોટ/નાવડી અને બે મોટી ફાઈબર બોટ વડે સાદીરેતી ખનીજનું ખનન કરી જેસીબીથી ટ્રકોમાં રેતી ભરવામાં આવી રહી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય