ભાવનગરમાં આવેલા ગારિયાધારના નવાગામ રોડ પર જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ગાળાગાળી બાદ બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જૂથ અથડામણમાં 6 લોકોને ઇજાઓ પહોંચી જ્યારે અન્ય બે લોકોને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગારિયાધાર શહેરના નવાગામ રોડ ખાતે ભરવાડ તથા મુસ્લિમ જ્ઞાતિના લોકો વચ્ચે સામસામે ગાળો બોલવામાંથી બોલાચાલી થઇ હતી. આ ઉગ્ર બોલાચાલી બાદ વાત મારામારી પર આવી ગઇ હતી. ગાળાગાળી બાદ બે જૂથ વચ્ચે મારામારી થતા 6 લોકો લોહીલૂહાણ થયા હતા, જેમાં અન્ય 2 લોકોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાને પગલે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ મારામારીની ઘટનામાં જેમાં મુસ્લિમ જ્ઞાતિના ૪ (અબ્દુલભાઈ મકરાણી, હુસેનભાઇ મકરાણી મકબુલભાઈ મકરાણી અમીનાબેન બલોચ) અને ભરવાડ જ્ઞાતિના 2 વ્યક્તિઓ (રાજુભાઇ ચૌહાણ, અલ્પેશભાઈ ટોટા)ને ઈજા પહોંચી છે. તમામ વ્યક્તિઓને ગારિયાધાર સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપેલ બાદ ઉપરોક્ત પૈકી હુસેનભાઇ મકરાણી તથા મકબુલભાઇ મકરાણીને માથાનાં ભાગે ગંભીર ઈજા થયેલ હોય ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે.