રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત: 2081. માગશર વદ પાંચમ. 20-12-2024, શુક્રવાર. કુમારયોગ. સૂર્ય ચંદ્રનો ત્રિકોણયોગ
મેષ
કોઈ દિશા ન સૂઝે ત્યારે ઇષ્ટદેવનું સ્મરણ જ માર્ગ દેખાડશે, ચિંતા હળવી થાય, ખર્ચા વધતા લાગે.
વૃષભ
વિશ્વાસે વહાણ ચલાવવું હિતાવહ નથી, જાગૃત રહી કામ કરવા સલાહ, સ્નેહી સ્વજન ઉપયોગી બને.
મિથુન
તણાવભર્યા સંજોગોમાંથી બહાર નીકળી શકશો, પ્રવાસની તક, કૌટુંબિક કામ બને.
કર્ક
લોભ-લાલચ વિના કાર્ય કરવા સલાહ છે, ભરોસો ભારે પડી શકે, નાણાભીડ-પ્રવાસ, મિલન-મુલાકાત.
સિંહ
માનસિક વ્યગ્રતા ઉચાટ દૂર થતાં લાગે, વાણી પર કાબુ જરૂરી માનજો, સ્વજનથી મિલન.
કન્યા
ઉતાવળા અને જોખમી સાહસથી દૂર રહેજો, આર્થિક પ્રશ્ન અંગે રાહતની આશા, પ્રિયજનથી મનમેળ.
તુલા
આપ નિરાશાની ઊંડી ગર્તામાંથી બહાર આવી શકશો, મહત્ત્વની કામગીરી અંગે પ્રગતિ.
વૃશ્ચિક
રૂકાવટો અને તણાવભર્યા સંજોગોમાંથી આપના બહાર આવવાના પ્રયત્નો ફળદાયી થાય.
ધન
આપના વિકટ જણાતા પ્રશ્નો આપ અન્યની મદદ કે દૈવીકૃપાથી હલ કરવામાં સફળ થઈ શકશો.
મકર
મનોવૈજ્ઞાનિક તણાવ કે કાલ્પનિક ચિંતામાંથી મુક્તિ મેળવવા આધ્યાત્મિક વલણ મદદરૂપ બને.
કુંભ
સુખદ ક્ષણોના અનુભવો થતાં જણાય, કાર્ય સફળતાની તક આવી મળે.
મીન
પ્રેમના કે લાગણીના પારખા કરવા ન જતાં સ્વજનની મદદ ઉપયોગી બને, નાણાભીડ જણાય.