Surat BRTS Bus : સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસ સેવા સતત વિવાદમાં રહે છે. આજે સુરતના બીઆરટીએસ બસના એક ડ્રાઇવરની બેદરકારીને કારણે પાલિકાના નામે વધુ એક ગંભીર વિવાદ થયો છે. એક બસમાં મુસાફરનો પગ દરવાજામાં ફસાયા બાદ પણ ડ્રાઇવરએ બસ ઉભી રાખી ન હતી. જેના કારણે ફસાયેલા પગે મુસાફરી કરી હતી આ દ્રશ્યો જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં દોડતી બીઆરટીએસ બસ આજે ગોડાદરાના મંગલ પાંડે બસ સ્ટેશન પાસેથી પસાર થતી હતી ત્યારે બસ નંબર GJ 05 CU 8120 માં એક મુસાફર ચડ્યો હતો.