પડધરીનાં ત્રણ શખ્સોની ધરપકડ, બે સાગરીતોની શોધખોળ
છ સ્થળેથી વીજ કંપનીનો એલ્યૂમિનીયમનો વાયર ચોર્યાની કબૂલાત, ૧૭૦૦ મિટર વાયર અને બે વાહન સહિત રૂા. ૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહીટ
જામનગર: જામનગર જિલ્લાનાં કાલાવડના ગ્રામ્ય પંથકમાંથી વીજ કંપનીના એલ્યુમિનિયમના વાયરની ચોરીના બે બનાવ બન્યા હતા. તેની તપાસમાં પોલીસે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદળ ગામના ત્રણ શખ્સને ચોરાઉ ૧૭૦૦ મીટર વીજ વાયર સાથે પકડી પાડયા છે. જેમણે કાલાવડ ઉપરાંત રાજકોટ પંથકમાં અન્ય બે સાગરિત સાથે મળી છ વાયર ચોરી કર્યાની કબૂલાત આપી છે.