જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ડિસેમ્બર 2024 મહિનો ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનને લઇને વિશેષ મહિનો બનવા જઈ રહ્યો છે. ધન સંક્રાંતિના માત્ર 5 દિવસ પછી, વૈદિક જ્યોતિષનો ખૂબ જ શુભ નવપંચમ યોગ રચાઈ રહ્યો છે, જે બે ખૂબ જ શુભ ગ્રહો શુક્ર અને ગુરુ દ્વારા રચાઈ રહ્યો છે. આ બંને ગ્રહો સૌભાગ્ય, સમૃદ્ધિ, ધન અને સુખ આપનાર છે. આ બંને શુભ ગ્રહો 20મી ડિસેમ્બર 2024થી નવપંચમ યોગ બનાવી રહ્યા છે.
નવપંચમ યોગ શું છે?
નવપંચમ યોગ એ વૈદિક જ્યોતિષનો ખૂબ જ શુભ યોગ છે. જ્યારે બે ગ્રહો એકબીજાથી નવમા (9મા) અને પાંચમા (5મા) ઘરમાં સ્થિત હોય ત્યારે આ ખુબ જ શુભ યોગ બને છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગાણિતિક ગણતરી મુજબ, નવપંચમ યોગ ત્યારે બને છે જ્યારે બે શુભ ગ્રહો એકબીજાથી 120 અને 240 ડિગ્રીના અંતરે હોય છે. આ યોગ જ્ઞાન, ભાગ્ય, ધર્મ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે અને વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
શુક્ર-ગુરુના નવપંચમ યોગની અસર
જ્યારે નવપંચમ યોગમાં શુભ ગ્રહો આવે છે, ત્યારે તે વ્યક્તિના જીવનમાં સંપત્તિ, શિક્ષણ, કારકિર્દી અને સંબંધોમાં સુધારો લાવે છે. 20 ડિસેમ્બર, 2024થી ગુરુ અને શુક્રની યુતિથી બનેલો આ યોગ તમામ રાશિઓ માટે ફળદાયી છે, પરંતુ આ બે રાશિઓ માટે વિશેષ લાભદાયી રહેશે.
વૃષભ રાશિ
નવપંચમ યોગથી આર્થિક સ્થિતિ સારી રહેશે. ભાગ્યોદય થશે અચાનક નાણાભીડ દૂર થતા સમસ્યા હલ થશે. ફસાયેલા નાંણા પરત મળશે. ભાગ્યનો ભરપુર સાથ મળશે. જો તમે કોઈ રોકાણની યોજના બનાવી રહ્યા છો તો આ સમય ખૂબ જ શુભ છે, નોકરી કરતા લોકોને શુભ સમાચાર મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે આ સમય પ્રગતિનો રહેશે. તમારી નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય શક્તિ વધશે. મુશ્કેલ નિર્ણય લેવામાં પણ તમને સફળતા મળશે. શુક્ર-ગુરુ નવપંચમ યોગના કારણે ઉચ્ચ અને પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત થવાની સંભાવનાઓ બની રહી છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરશે. સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. કામકાજથી આવકના નવા સ્ત્રોત બનશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. સંબંધો વધુ મજબૂત થશે.