PSI recruitment exam January 2025 : ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં છે. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI) અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-2025ના બીજા સપ્તાહમાં યોજવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, IPS અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામાથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પહેલાં 25મી નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા આગામી જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજાશે.