– ટાઈમ્સ ગેલેરીયાના ત્રીજા માળે આવેલી ઓમકાર હોટલનો માલિક ચાર થાઈ યુવતીઓને રાખી પોતાના કર્મચારી મારફતે ગ્રાહકો બોલાવતો હતો
– પોલીસે થાઈ યુવતીઓને મુક્ત કરાવી બે ગ્રાહક, મેનેજર, હોટલના કર્મચારીની ધરપકડ કરી હોટલ માલિકને વોન્ટેડ જાહેર કર્યો
સુરત, : સુરતના સારોલી ગામ ગેટ પાસે ટાઈમ્સ ગેલેરીયાના ત્રીજા માળે આવેલી ઓમકાર હોટલમાં પોલીસે રેડ કરી ત્યાં ચાર થાઈ યુવતીઓને રાખી ચાલતું કુટણખાનું ઝડપી લીધું હતું.પોલીસે ત્યાંથી થાઈ યુવતીઓને મુક્ત કરાવી બે ગ્રાહક, મેનેજર, હોટલના કર્મચારીની ધરપકડ કરી હોટલ માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઈ રાધેશ્યામ કિશનભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ અને કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકના પીઆઈ એસ.આર.વેકરીયા અને સ્ટાફે ગતરાત્રે 8.10 ના અરસામાં સારોલી ગામ ગેટ પાસે ટાઈમ્સ ગેલેરીયાના ત્રીજા માળે દુકાન નં.