સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નડિયાદ ખાતે યોજાયેલી 23મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડ ઇવેન્ટનું સોમવારે સમાપન થયું હતું. 19 રાજ્યના રમતવીરોએ ભાગ લીધો હતો. મેન્સ અને વિમેન્સ કેટેગરીમાં વિવિધ ઇવેન્ટ યોજાઇ હતી તેમાં તામિલનાડુએ મેન્સ ટી11 તથા એફ11માં, ગુજરાતે મેન્સ ટી12 તથા એફ12માં તથા ઉત્તરાખંડે મેન્સ ટી13 તથા એફ13માં ટીમ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી હતી.
વિમેન્સમાં ચંદીગઢ, મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશે ટ્રોફી જીતી હતી. ઇવેન્ટમાં ગુજરાત તરફથી તેજલ ડામોર અમરાજીએ વિમેન્સ ટી12 400 મીટર તથા લોંગ જમ્પ, ચેતનાબેન ગાલચ રાતાભાઇએ તથા રાવલ કોમલબેન ચંદુઆઇએ વિમેન્સ ટી13 શોટપુટમાં, ચેતનાબેને વિમેન્સ ટી13 ડિસ્ક્સ થ્રોમાં તથા જેવલિન થ્રોમાં મીટ તથા નેશનલ રેકોર્ડ નોંધાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.