22 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 16, 2024
22 C
Surat
સોમવાર, ડિસેમ્બર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું અપહરણ બાદ હત્યા કરાવી

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું અપહરણ બાદ હત્યા કરાવી


ગાંધીનગરના કોટેશ્વરમાં પત્નીને તેડવા ગયેલ પતિનું અપહરણ કરવાની ઘટના સામે આવી હતી. અમદાવાદના રાયપુરના રહેવાસી યુવકનું અપહરણ કરવામાં આવ્યું. જેમાં યુવક ગાંધીનગર પત્નીને લેવા માટે ગયો હતો જે દરમ્યાન યુવક ભાવિક ચુનારાનું અપહરણની ઘટના બની હતી.

પત્નીએ તેના પ્રેમી અને મિત્રો સાથે મળી સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્પોટ થયો છે. મહત્વનું છે કે પોલીસે યુવતી અને તેના પ્રેમી સહિત 4 સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. યુવકના અપહરણને લઈને યુવકના 100થી વધુ સગા સંબધીઓ અડાલજ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો. ગઈકાલથી યુવકના અપહરણ બાદ આરોપી ઝડપાયા છતાં યુવકની ભાળ ન હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ અડાલજ પોલીસ તપાસ ન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે.

અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી

અડાલજ પોલીસ સ્ટેશન સમગ્ર ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર પતિ જ્યારે અમદાવાદથી ગાંધીનગર પત્નીને લેવા ગયો ત્યારે તેણી પોતાના પતિની માહિતી તેના મિત્રને આપતી હતી. જેને આધારે પતિ ભાવિક જ્યારે અમદાવાદ પહોંચ્યો ત્યારે તેની એક્ટિવાને ટક્કર મારી આરોપીઓ તેનું અપહરણ કરી લઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર અપહરણકર્તાઓએ પતિનુ દુપટ્ટા વડે ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ તેને કેનાલમાં ફેંકી દીધો હતો. ફાયર બ્રિગેડે કેનાલમાથી આ યુવાનની લાશ શોધી હતી. યુવકની ગુમ થવાની જાણ થતા જ તેના પરિવારજનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. નવ પરિણીત પત્ની દ્વારા લગ્નના બે જ દિવસમાં પતિનું અપહરણ કર્યું અને ગળુ દબાવી કેનાલમાં ફેંક્યો. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય