19.3 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 16, 2024
19.3 C
Surat
સોમવાર, ડિસેમ્બર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાFrance: માયોટમાં ચક્રવાત 'ચિડો'એ તબાહી મચાવી, 11 લોકોના મોત

France: માયોટમાં ચક્રવાત 'ચિડો'એ તબાહી મચાવી, 11 લોકોના મોત


હિંદ મહાસાગરમાં ફ્રાન્સના માયોટ વિસ્તારમાં ચક્રવાત ‘ચિડો’એ ભારે તબાહી મચાવી છે. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે રવિવારે કહ્યું કે ચક્રવાત ‘ચિડો’ના કારણે માયોટમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. ગૃહ મંત્રાલય પાસેથી મળેલી માહિતી પ્રમાણે ચક્રવાતમાં ઘાયલોની ચોક્કસ સંખ્યા અત્યાર સુધી જાણી શકાય નથી. ચક્રવાતને કારણે મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

9 લોકોની હાલત પણ હાલમાં ગંભીર

ફ્રાન્સના ગૃહ મંત્રાલયે કહ્યું કે ઘાયલોની ચોક્કસ સંખ્યા અત્યાર સુધી જાણી શકાઈ નથી અને મૃત્યુઆંક પણ વધવાની આશંકા છે. માયોટની એક હોસ્પિટલે જણાવ્યું કે ત્યાં દાખલ 9 લોકોની હાલત પણ હાલમાં ગંભીર છે. જ્યારે 246થી વધુ લોકો ઘાયલ થયા છે. ફ્રાન્સના માયોટમાં ચિડો વાવાઝોડાને કારણે ટાપુ પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીનું સૌથી ભયાનક ચક્રવાત

ફ્રાન્સે રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે 140 નાગરિક સંરક્ષણ સૈનિકો અને ફાયર વિભાગના જવાનો સહિતની ટીમને મોકલી છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાંથી પસાર થયું હતું, જેની કોમોરોસ અને મેડાગાસ્કર પર પણ અસર થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે માયોટ ચક્રવાતના માર્ગમાં સીધું આવ્યું હતું અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

માયોટના પ્રિફેક્ટે જણાવ્યું હતું કે 90 વર્ષમાં માયોટમાં આ સૌથી ભયંકર ચક્રવાત છે. ફ્રાન્સના ગૃહપ્રધાન બ્રુનો રિટેલે કહ્યું કે પરિસ્થિતિ ખતરનાક અને અસાધારણ છે. જો કે, તેમણે આ સમયે કોઈ ચોક્કસ માનવ નુકશાન જાહેર કર્યું ન હતું. ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચિડોએ રવિવારે મોઝામ્બિકમાં લેન્ડફોલ કર્યું હતું.

25 લાખ લોકો પ્રભાવિત થવાની શક્યતા

ચિડોએ હિંદ મહાસાગરમાં સ્થિત આશરે 3 લાખની વસ્તી ધરાવતા ફ્રેન્ચ દ્વીપસમૂહ માયોટમાં ભારે વિનાશ સર્જ્યો છે. તે હવે આફ્રિકન મુખ્ય ભૂમિ મોઝામ્બિક સુધી પહોંચી ગયું છે. જ્યાં ઈમરજન્સી અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે બે ઉત્તરી પ્રાંતોમાં 25 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. 220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાતા પવનને કારણે પેટિટ-ટેરે ટાપુને સૌથી વધુ નુકસાન થયું છે. વાવાઝોડું ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય