સુરતમાં વર્ષના અંતે સુવાલીમાં બીચ ફેસ્ટિવલ યોજાશે જેમાં બીચ ફેસ્ટિવલ અંગે પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે નિવેદન આપ્યું છે કે,પ્રવાસન વિભાગ દ્વારા 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે,ગયા વર્ષે 80 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી તેમજ ડિસેમ્બરના અંતમાં બે દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે જેમાં આ વર્ષે વધુ પ્રવાસીઓ આવે તેવી આશા તંત્ર દ્વારા રાખવામાં આવી છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે
બે દિવસીય બીચ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તેમજ સુવાલીની આસપાસના લોકોને રોજગારી મળશે સાથે સાથે સુવાલી બીચના ડેવલપમેન્ટનું પ્લાનિંગ કરવામાં આવશે,સુવાલી બીચને અંદાજિત 48 કરોડના ખર્ચે વિકસાવાશે તેમજ સુડાએ આ માટે 10 કરોડ રૂપિયા પણ મંજૂર કર્યા છે,ત્રણ વર્ષમાં તબક્કાવાર રીતે બીચનું ડેવલપમેન્ટ કરવામાં આવશે.ગત વર્ષે ઉનાળામાં આ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું જેમાં ગત વર્ષે 80 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.
આ વર્ષે વધુ ઘસારો થાય તેવી આશા
તંત્રનુ માનવું છે કે આ વર્ષે દર વર્ષ કરતા વધારે ઘસારો રહેશે સાથે સાથે આયોજન પણ તમામ પ્રકારના કરી લેવામાં આવ્યા છે,સુંવાલીની આસપાસના લોકોને રોજગારી મળશે તેમજ ફરવાના શોખિન સુરતીઓને વધુ એક સ્થળ મળશે હજીરાપટ્ટી ના સુંવાલી ખાતે આ વર્ષે પણ શિયાળામાં 15 થી 30 ડિસેમ્બરની વચ્ચે બીચ ફેસ્ટિવલનું આયોજન થનાર છે.શહેરીજનોના ફરવા માટે ના અવનવા ડેસ્ટિનેશન વચ્ચે સુરતના છેવાડે આવેલ સુંવાલી બીચ પર ફરવા જનારાઓની સંખ્યા વધી રહી છે.તેને ધ્યાન માં રાખીને ગત વર્ષે સુંવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન થયું હતું.
ખાણીપીણીની સાથે વિવિધ રાઈડની મોજ
સામાન્ય દિવસોમાં શનિવાર અને રવિવારની રજામાં સુરતીઓ ફરવા માટે ડુમસ, સુંવાલી કે ઊભરાટ બીચ પર ઊમટી પડે છે. ત્યારે સુંવાલી ખાતે બીચ ફેસ્ટીવલ તો યોજાશે, પરંતુ ખાવાના શોખિન સુરતીઓ ફરવાની સાથે અહીંયા ખાણી-પીણીની પણ મોજ માણી શકશે. અહીંયા ફૂડ સ્ટોલની સાથે સાથે ક્રાફ્ટના સ્ટોલ, સેલ્ફી પોઈન્ટ્સ અને ડાંગની વસ્તુંને પ્રોત્સાહન આપવા વિવિધ સ્ટોલ મૂકાશે. આ ઉપરાંત બાળકો ઘોડા અને ઊંટની સવારીથી માંડીને બાઈક રાઈડ્સની મજા પણ માણી શકશે.