યુપીના સંભલમાં 46 વર્ષ બાદ શિવમંદિર ખોલવામાં આવ્યું . આજે સવારે 46 વર્ષે પહેલીવાર મંદિરમાં આરતી થઇ. મંદિરમાં ભકતોએ પૂજા પાઠ કર્યા. આ મંદિર ત્યારે સામે આવ્યું જ્યારે ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ મામલે હવે સીએમ યોગી આદિત્યનાથનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
તેમણે કહ્યું કે શું વહીવટીતંત્રએ રાતોરાત સંભલમાં આવું પ્રાચીન મંદિર બનાવ્યું ? બજરંગબલીની આવી પ્રાચીન મૂર્તિ ત્યાં રાતોરાત આવી ગઈ? સીએમ યોગીએ કહ્યું કે 46 વર્ષ પહેલા સંભલમાં નરસંહાર કરનારા ગુનેગારોને આજ સુધી સજા કેમ નથી મળી ? આની ચર્ચા કેમ નથી થતી? 46 વર્ષથી બંધ રહેલા શિવ મંદિરના દરવાજા શનિવારે ખોલવામાં આવ્યા હતા.
તો શું મંદિર રાતોરાત બન્યુ- સીએમ યોગીજી
સીએમ યોગીએ કહ્યું કે આપણે બધાએ તેમની માનસિકતા જોવી પડશે. ગઈકાલે સંસદમાં બંધારણ પર ચર્ચા થઈ રહી હતી પરંતુ સંભાલનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો. તેમના સમયમાં 46 વર્ષ પહેલા બંધ કરાયેલ મંદિર ફરી બધાની સામે આવ્યું. તેમની વાસ્તવિકતા સામે લાવી. શું પ્રશાસને રાતોરાત સંભલમાં આવું પ્રાચીન મંદિર બનાવ્યું? બજરંગબલીની આવી પ્રાચીન મૂર્તિ ત્યાં રાતોરાત દેખાઈ? 46 વર્ષ પહેલા સંભલમાં નરસંહાર કરનાર ગુનેગારોને આજ સુધી સજા કેમ નથી મળી? આની ચર્ચા કેમ નથી થતી? તેઓનો શું વાંક હતો? જે કોઈ પણ આ અંગે ચર્ચા કરશે તેને ધમકી આપવામાં આવશે. તેઓ કુંભના મેળા વિશે પણ આ પ્રકારનો દુષ્પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સંભલ- અયોધ્યા પર સીએમ યોગીનું મોટું નિવેદન
સીએમ યોગીએ એક કાર્યક્રમમાં અયોધ્યાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે આજે અયોધ્યા રામમંદિર અંગે ન નિર્ણય લેવાયો હોત તો શું અહી રામ મંદિર બન્યુ હોત. શું અયોધ્યામાં આંતરરાષ્ટ્રી એરપોર્ટ બન્યું હોત. શું અયોધ્યાની અંદરની ગલીઓ ચાર લાઇન બની શકતી ? શું અયોધ્યાનો આટલો વિકાસ થયો હોત ? અયોધ્યા આવતા લોકો આનંદિત છે. અહીં આવનાર ભક્ત તેમનો આભાર વ્યક્ત કરે છે. પરંતુ જે લોકોએ ખરેખર દેશના બંધારણનું ગળું દબાવ્યું અને બંધારણમાં સેક્યુલર શબ્દ છૂપી રીતે દાખલ કર્યો તે લોકોના ઘરમાં શોકનો માહોલ છે. તેઓ પરેશાન છે કે અયોધ્યા આટલુ ભવ્ય અને દિવ્ય કેવી રીતે બન્યુ ? તેમની સમસ્યા એ છે કે અમે દાયકાઓ સુધી શાસન કર્યું પરંતુ કંઈ કરી શક્યા નહીં. તેઓ પોતાની નકામીયાબિ પર આપણી નિંદા કરી રહ્યા છે.