વડોદરા,યુવતીને ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના ગુનામાં સામેલ આરોપી છેલ્લા ૯ વર્ષથી નાસતો ફરતો હતો. સિટિ પોલીસે બેંક કર્મચારીઓનો સ્વાંગ રચી આરોપીના વતનમાં જઇ તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૯ વર્ષ પહેલા સિટિ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ થયો હતો. જેની વિગત એવી હતી કે, આરોપી શાંતુ ઇલુભાઇ નિનામા ( રહે. ગામ પાંચખીરીયા, જાંબુવા, મધ્યપ્રદેશ, હાલ રહે. શુભ દર્શન ગ્રીન ટીમ્બી તળાવ પાસે, હનુમાનપુરા, વડોદરા) યુવતીને ભગાડી ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.