જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુભ ચંદ્ર શુભ હોય તો ખુબજ મનની શક્તિ આપે છે જીવનમાં સુખ ચેન , મનની શાંતિ સૂચવે,છે સુખ વૈભવ અને સમૃદ્ધિ આપે અને દયા પ્રેમ કરુણા આપે છે. આજે આપણે જ્યોતિષી ચેતન પટેલ પાસેથી જાણીએ ચંદ્ર ગ્રહ બળવાન કરવાના ઉપાય.
ચંદ્ર ગ્રહના ઉપાયો પ્રાચીન જ્યોતિષ શાસ્ત્ર પર આધારિત છે, જે ખૂબ અસરકારક અને સરળ છે. જો તમે ચંદ્રને મજબૂત કરવાની પદ્ધતિનો ઉપયોગ કરો છો, તો તમને માનસિક શાંતિનો અનુભવ થશે. ચંદ્ર ગ્રહ મંત્ર સકારાત્મક વિચારોને જન્મ આપે છે, જે વ્યક્તિને યોગ્ય દિશામાં વિચારીને આગળ વધવાની તાકત આપે છે મનો બળ મજબૂત બનાવે છે . જાતકના ચંદ્ર ખામીના ઉપાય દ્વારા ધરતી માટે તેમજ માતાનું સુખ અને પ્રેમ મળે છે ,ચંદ્ર શક્તિશાળી થવાથી ઉત્તમ માનસિક સ્વાસ્થ્ય લાભ મળે છે
ચંદ્ર ગ્રહ બળવાન બને તેવા સચોટ ઉપાય
ચંદ્રની ચાંદનીના સાનિધ્યમાં રહેવાથી ચંદ્ર બળવાન બને છે. કુળ દેવી કે જે કોઈ પણ માંતાજી માં શ્રદ્ધા હોય તેની પૂજા કરવાથી ચંદ્ર બળવાન બને. ભગવાન શિવની પૂજા કરવાથી ચંદ્ર બળવાન બને
આ રીતે દાન કરો
ચંદ્ર ગ્રહથી સંબંધિત વસ્તુઓનું દાન સોમવારે ચંદ્રની હોરા અને ચંદ્ર ના નક્ષત્રો (રોહિણી, હસ્ત, શ્રવણ) માં દાન કરવાથી કે જાપ કરવાથી ચંદ્ર બળવાન બને
દાન કરનારી વસ્તુઓ – દૂધ, દહી ખાંડ ચોખા , ચાંદી, મોતી, સફેદ ગાય કે બળદ, જમીન તથા સફેદ કે ક્રીમ વસ્ત્ર વગેરે.
ચંદ્ર માટે રત્ન ધારણ વિધિ
જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર ગ્રહ માટે મોતી રત્ન પહેરવામાં આપે છે સાચો મોતી ધારણ કરવાથી ચંદ્ર બળવાન બને છે સાચું મોતી ધારણ કરવાથી થી ચંદ્ર બળવાન બને
ચંદ્ર મંત્ર
ચંદ્રદેવના આશીર્વાદ જોવા માટે, તમારે ચંદ્ર બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર – ॐ શ્રાં શ્રીં શ્રૌં સઃ ચંદ્રાય નમઃ!
11000 વાર ચંદ્ર મંત્રનો જાપ કરવા થી કરો. જો કે, દેશ-કાલ-પાત્રના સિદ્ધાંત મુજબ, કલયુગમાં આ મંત્ર (11000X4) 44000 વખત જાપ કરવાની સલાહ આપવામાં આવે છે.
તમે આ મંત્રનો પાઠ પણ કરી શકો છો – ॐ સોં સોમાય નમઃ
ચંદ્ર યંત્ર ઉપાય
ચંદ્ર ગ્રહ શાંતિ માટે, ચંદ્ર ચંત્ર ને સોમવારે ચંદ્ર ની હોરા અને ચંદ્ર ના નક્ષત્રો દરમિયાન યંત્ર તૈયાર કરી જાપ કરી સાથે રાખવું કે પૂજામાં સ્થાપન કરવા થી પણ ચંદ્ર બળવાન બને. ચંદ્ર ગ્રહની કૃપા મેળવવા માટે સોમવારે ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું તેમાં પણ ગાય ના દૂધ ની બનેલી ખીર નું ભોજન લેવું દિવસ દમિયાન ફ્રૂટ અને દૂધ લેવું
જીવનશૈલીથી સંબંધિત ચંદ્ર ગ્રહના પ્રભાવી ઉપાય
સફેદ કે ક્રીમ વસ્ત્ર ધારણ કરવાથી ચંદ્ર બળવાન બને. માતા, સાસુ અને વૃદ્ધ મહિલાઓનું સન્માન કરો માતાના ચરણ સ્પર્શ કરવાથી ચંદ્ર બળવાન બને છે. રોજ રાત્રે દૂધ બદામ પીવાથી પણ ચંદ્ર બળવાન બને તથા ચાંદીના પાત્રનો ઉપયોગ કરવાથી ચાહે પાણી કે દૂધ પીવાથી કે ભોજન કરવાથી ચંદ્ર બળવાન બને છે. મોતી ની ભસ્મ નું ચૂર્ણ લેવાથી પણ ચંદ્ર બળવાન બને. ધરતી ની સ્વચ્છ માટી નું તિલક કરવા થી ચંદ્ર બળવાન બને છે