31 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 15, 2024
31 C
Surat
રવિવાર, ડિસેમ્બર 15, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકાળિયાબીડના યુવાનના હત્યામાં વપરાયેલ હથિયાર કબજે લેવાયું

કાળિયાબીડના યુવાનના હત્યામાં વપરાયેલ હથિયાર કબજે લેવાયું


– હત્યા કરનાર બંને શખ્સને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું

– કાળિયાબીડનાં યુવાનનું 50 હજાર રૂપરડીનાં મામલે 2 શખ્સે કાસળ કાઢી નાખ્યું હતું 

ભાવનગર : ભાવનગરના કાળીયાબીડ જૂની સાગવાડી વિસ્તારમાં રહેતા યુવાનને વ્યાજે લીધેલા રૂપિયા ૫૦ હજારના મામલે બે શખ્સ રાત્રિના સમયે બાઈક પર બેસાડી લઈ જઈ કાળિયાબીડ પાસે આવેલ અવાવરૂ સ્થળે તીક્ષણ હથિયાર નાં ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ પ્રકરણમાં નિલમબાગ પોલીસે બે શખ્સની ધરપકડ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા બાદ આજે બંને શખ્સને સાથે રાખી ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું રી કન્સ્ટ્રક્શન દરમિયાન હત્યામાં વપરાયેલ હથિયાર પણ કબજે લેવામાં આવ્યું છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બે દિવસ પૂર્વે ભાવનગરના કાળીયાબીડ, જૂની દરબારી સાગવાડી, પારિજાત સ્કૂલ વાળા ખાચામાં રહેતા રત્નકલાકાર પ્રદીપભાઈ ઉર્ફે ઘૂઘો ઝવેરભાઈ ડાભીને પૈસાની જરૂરિયાત ઊભી થતા તેમણે વિશાલ ભગાભાઈ ચોહલા  પાસેથી રૂપિયા ૫૦ હજાર વ્યાજે લીધા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય