30 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 15, 2024
30 C
Surat
રવિવાર, ડિસેમ્બર 15, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતGujarat પોલીસના અધિકારીઓએ જ વિભાગને કર્યો બદનામ ! વાંચો Inside Story

Gujarat પોલીસના અધિકારીઓએ જ વિભાગને કર્યો બદનામ ! વાંચો Inside Story


ગુજરાત પોલીસ અધિકારીઓએ જ વિભાગને બદનામ કર્યો હોય તેવો ગણગણાટ પોલીસમાં શરૂ થયો છે,ગુજરાતમાં 12 મહિનામાં 10 પોલીસ ઇન્સ્પેક્ટરો સસ્પેન્ડ થયા છે,ત્યારે દારુ અને તોડકાંડમાં પોલીસ અધિકારીઓની સંડોવણી હોય તેવી માહિતી સામે આવી છે અને તેના કારણે ઘણા પીઆઈ,પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલો પણ સસ્પેન્ડ થયા છે અને ઘણા વહીવટદારોની જિલ્લા બહાર પણ બદલી થઈ છે.દારુકાંડ અને હપ્તાકાંડમાં PI કક્ષાના અધિકારી સામે કાર્યવાહી કરાઈ છે.

પોલીસની રહેમનજર હેઠળ દારુની બેફામ હેરાફેરી

ગુજરાતમાં ઘણી પોલીસની રહેમ નજર હેઠળ દારૂની બેફામ હેરાફેરી થાય છે તેવા આક્ષેપો પણ લાગ્યા છે.બુટલેગર સાથે પોલીસ ઇન્સ્પેક્ટર્સની સાઠગાંઠ હોવાની વાતો પણ આવે છે.જે-તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર્સની રહેમ નજર હેઠળ બે નંબરના ધંધા પણ થતા હોય છે પરંતુ વહીવટના કારણે કયારેય કોઈ મુદ્દાઓ લોકોની સમક્ષ આવતા નથી,અન્ય કામોમાં રસ દાખવવા મુદ્દે HCએ લગાવી હતી ફટકાર અને રિકવરી એજન્ટની કામગીરીથી દૂર રહેવા કરી હતી ટકોર.કમિશન લઇ રિકવરીનું કામ કરતા હોવાના થયા છે આક્ષેપ.

અમદાવાદ ભૂતપૂર્વ પીસીબી પીઆઈ એમ.સી.ચૌધરીની રાતોરાત બદલી

અમદાવાદના ભૂતપૂર્વ પીસીબી પીઆઈ એમ.સી.ચૌધરીની પણ રાતોરાત બદલી કરી દેવામાં આવતા અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટરોમાં ચર્ચાનો વિષય બન્યો છે,પીસીબી એટેલ પોલીસ કમિશનરની સ્પેશિયલ સ્કોર્ડ ગણવામાં આવે છે અને તે પણ બદલી ગાંધીનગરથી કરવામાં આવી એટલે તેની પાછળ કોઈ કારણ હશે તો જ બદલી કરવામાં આવી હશે,ત્યારે પીઆઈ એમ.સી.ચૌધરીની તાત્કાલિકના ધોરણે ભાવનગર બદલી કરવામાં આવી છે.

ફરજમાં બેદરાકારી બદલ સસ્પેન્ડ પીઆઈ

01 -મોડાસા રૂરલ પીઆઇ જી.એસ સ્વામી

02 – અમદાવાદ એલિસબ્રિજ પીઆઈ બી ડી ઝીલરીયા

03 – અમદાવાદ કાગડાપીઠ પીઆઈ એસ.એ.પટેલ

04 – ટંકારા પીઆઈ વાય.કે.ગોહીલ

05-અમદાવાદ રાણીપ પીઆઈ ભગીરથસિંહ ગોહીલ

06-જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા

07 -મહેસાણા એ ડિવિઝન પીઆઈ વી.બી.પટેલ

08-અમદાવાદ ઘોડા કેમ્પના પીઆઈ એમ.એસ.બારોટ

09- સુરેન્દ્રનગર પીઆઈ એમ.કે.ઝાલા

સૌથી મોટા તોડમાં અમદાવાદના પૂર્વ પીસીબી પીઆઈ તરલ ભટ્ટ પણ સસ્પેન્ડ

જાન્યુઆરી 2024માં તરલ ભટ્ટ તોડકાંડ સામે આવ્યો હતો. જેમાં કેરળના વેપારી કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ SOG દ્વારા ફ્રીજ કરવામાં આવ્યું હતું. આ મામલે તેમણે પોલીસનો સંપર્ક કરતા વેપારીને જૂનાગઢ આવવા માટે કહેવાયું હતું. અહીં આવવા પર વેપારીને EDમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂ.25 લાખની માંગણી કરવામાં આવી હતી.

અંદરો અંદર મારા મારી બદલ 3 PI સસ્પેન્ડ

ખેડા જિલ્લામાં નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કેટલાક લોકો વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી હતી. શિસ્તબદ્ધ ગણાતા પોલીસ વિભાગના અધિકારીના આ વીડિયોને ગંભીરતાથી લઈ એસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ મામલે નડિયાદ ટાઉનના તત્કાલીન પીઆઈ હરપાલસિંહ ચૌહાણ, નડિયાદ પશ્ચિમના તત્કાલીન પીઆઈ યશવંત ચૌહાણ અને વડતાલના તત્કાલીન પીઆઈ આર. કે. પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય