26 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 15, 2024
26 C
Surat
રવિવાર, ડિસેમ્બર 15, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતનોકરી કાયમ માટે છોડવા જાતે ચાર આંગળી કાપી કોઈ કાપી ગયાનું જુઠાણું...

નોકરી કાયમ માટે છોડવા જાતે ચાર આંગળી કાપી કોઈ કાપી ગયાનું જુઠાણું ચલાવ્યું


– હીરાના કારખાનામાં નોકરી કરતા ડભોલીના યુવાનની તાણમાં હરકત : મૂળ સુરેન્દ્રનગર વઢવાણના ખારવા ગામનો મયુર તારપરા વરાછા મીનીબજાર ખાતે પિતાના સંબંધીના કારખાના અનભ જેમ્સમાં કોમ્પ્યુટર ઓપરેટર હતો

– સ્ટ્રેસ વધુ હોય નોકરી છોડવી હતી પણ સંબંધને લીધે શેઠને કહી નહીં શકતા આંગળી કાપવાનું નક્કી કરી છરો ખરીદી બે વખત ઘા કરી ચાર આંગળી કાપી છરા સાથે ફેંકી દીધી હતી : ક્રાઈમ બ્રાન્ચની ઉલટતપાસમાં ભેદ ખુલ્યો : પોલીસે ત્રણ આંગળી અને છરો કબજે કર્યા

સુરત, : સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા અને વરાછા મીનીબજાર ખાતે હીરાના કારખાનામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા મૂળ સુરેન્દ્રનગર વઢવાણના ખારવા ગામના યુવાને અઠવાડીયા અગાઉ વરિયાવ રીંગરોડ ઉપર વેદાંત સર્કલ પાસે તેને ચક્કર આવ્યા બાદ બેભાન થયો હતો ત્યારે માત્ર 10 મિનિટમાં કોઈ તેના ડાબા હાથની ચાર આંગળી કાપીને લઈ ગયું હોવાનું પોલીસને જણાવ્યું હતું.રહસ્યમય રીતે આંગળી કપાવાની આ ઘટનામાં ધંધે લાગેલી પોલીસને શરૂઆતથી યુવાને જ જાતે આંગળી કાપી હોય તેમ લાગતું હતું.જોકે, તે અંગે ઈન્કાર કરતા યુવાને આખરે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી હતી કે નોકરી કાયમ માટે છોડવા જાતે ચાર આંગળી કાપી કોઈ કાપી ગયાનું જુઠાણું ચલાવી પોલીસને ધંધે લગાવી હતી.પોલીસે ત્રણ આંગળી અને છરો કબજે કરી યુવાન વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવા તેને અમરોલી પોલીસને સોંપ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગર વઢવાણના ખારવા ગામનો વતની અને સુરતમાં ડભોલી ચાર રસ્તા શ્રીજીનગર સોસાયટી ઘર નં.109 માં પરિવાર સાથે રહેતો તેમજ વરાછા મીનીબજાર અનભ જેમ્સ પ્રા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય