18 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 15, 2024
18 C
Surat
રવિવાર, ડિસેમ્બર 15, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસBusiness: નવા સપ્તાહમાં પણ ઘટાડે ખરીદી જોવા મળે એવી વકી

Business: નવા સપ્તાહમાં પણ ઘટાડે ખરીદી જોવા મળે એવી વકી


આ સપ્તાહમાં સિરીયામાં ગૃહ યુદ્ધના કારણે સરકારના પતન બાદ મધ્ય પૂર્વમાં અશાંતિ તથા ઇઝરાયેલના હુમલાઓ તથા રશિયા યુક્રેન યુદ્ધ એની ચરમસીમા પર હોય એવું વર્તાઈ રહ્યું છે આ બધી અનિશ્ચિત પરિસ્થિતીઓ વચ્ચે સ્પ્તાહના શરૂઆતના ચાર દિવસ બજાર સાઈડ વેસ રહ્યું હતું સતત એક નાની રેંજમાં જ રહ્યું હતું એટલેકે સાવચેતી જોવા મળી હતી,

ફ્ંડો મોટી ખરીદી ટાળી રહ્યા હોય એવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું હતું પરંતુ શુક્રવારના રોજ વૈશ્વિક અનિશ્ચિતઓને પગલે બજાર ખૂલતાની સાથે ભારે વેચવાલી જોવા મળી હતી પણ ગત સપ્તાહના લેખમાં જણાવ્યા મુજબ ઘટાડે ખરીદી જોવાશે એ જ પ્રમાણે નીચેના સ્તરેથી ખરીદી શરૂ થતાં વી શેપ રિકવરી જોવાઈ હતી એટ્લે કે આખા સ્પ્તાહના હાઇ તથા લો શુક્રવારના રોજ જ સ્થાપીત થયા હતા, એવું કહી શકાય કે આખા સપ્તાહની મુવમેંટ એક જ દિવસમાં જોવા મળી હતી, ગત સપ્તાહમાં જણવ્યા મુજબ બુલ એટલે કે તેજી વાળા હાથ ઉપર રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેમાં એ મહદ અંશે સફ્ળ પણ થયા છે એવું કહું શકાય, મહત્વના સૂચકાંકો એટલેકે નિફ્ટી50, સેન્સેક્સ તથા નિફ્ટી બેંક સપ્તાહના અંતે આશરે પા થી અડધા ટકા ના સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યા હતા નવા સપ્તાહમાં આ મૂવમેન્ટ જારી રહે એવી વકી છે એટલે કે ઘટાડે ખરીદી જોવાય એવું ચાર્ટ સ્ટ્રક્ચરનું નિર્માણ થયું છે

Nifty 50(બંધ ભાવ 24768) :- આ સપ્તાહમાં દરમ્યાન નિફ્ટી50 સાપ્તાહિક 612 પોઈન્ટ્સની વધઘટ બાદ 90 પોઈંટ્સના સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યી હતી, નિફ્ટીમાં સપ્તાહ દરમ્યાન ઉપર જણાવ્યા મુજબ શુક્રવારના દિવસે જ મોટી હલચલ નોંધાઈ હતી એ સિવાયના દિવસોમાં રેન્જબાઉન્ડ મૂવમેન્ટ રહી હતી, નવા સપ્તાહમાં 24857-24978-25000 આ ત્રણ અગત્યના અવરોધ રહેશે તથા 24510-24361 અગત્યના સપોર્ટ રહેશે

Nifty Bank ( બંધ ભાવ 53583):- આ સપ્તાહ દરમ્યાન નિફ્ટી બેંક સાપ્તાહિક 1511 પોઈન્ટ્સની વધઘટ બાદ માત્ર 74 પોઈંટ્સના મામૂલી ઉછાળા સાથે બંધ રહ્યી હતી, આ સપ્તાહમાં નિફ્ટી બેંકમાં પણ ઉપર જણાવ્યા મુજબના કારણે શુક્રવારના ઉછાળા સિવાયના દિવસોમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ રહી હતી, નવા સપ્તાહમાં 53751-54500 અગત્યનો અવરોધ રહશે તથા 53080-52525 મહત્વના સપોર્ટ રહેશે

આ સપ્તાહમાં ફરી એક વાર આઇટી સેક્ટર 2.86%ના ઉછાળા સાથે સર્વોપરી હતું એ સિવાય બધાજ સેક્ટરમાં મામૂલી વધઘટ નોંધાઈ હતી, ઘણી વખત અહીં ઉલ્લેખ કર્યો હતો કે બજારની રેલીમાં માત્ર આ સેક્ટર એટલે કે આઇટી સેક્ટર જ એવું છે જે ચાલ્યુંજ નથી, જુલાઈ મહિનામાં 38500ના અવરોધને તોડયા બાદ આ સેક્ટરે પાછું વાળીને જોયું નથી આ સપ્તાહના અંતે 45995ના સ્તરે બંધ રહ્યું હતું જે આશરે 19% જેટલો ઉછાળો દર્શાવે છે, નવા સપ્તાહમાં એફ્એમસીજી સેક્ટર પર ધ્યાન અપાય જે એના ઓલટાઈમ હાઈ થીઆશરે 17% જેટલું કરેક્શન દર્શાવે છે જેમાં રિવર્સલ થાય એવી વકી છે…



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય