Vadodara : વડોદરા-ભરૂચ વચ્ચે કરજણ પાસે ટોલટેક્સમાં અચાનક બમણો વધારો કરવામાં આવ્યો છે તેમાં ઘટાડો કરવા વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પત્ર પાઠવી માંગણી કરી છે.
વડોદરાના સાંસદ હેમાંગ જોશી એ પત્રમાં જણાવ્યું છે કે,25 નવેમ્બરથી, વડોદરા-ભરૂચ રૂટ પર ટોલ ટેક્સમાં અચાનક અને ભારે વધારો કરવામાં આવ્યો છે, જેમાં મુસાફરી માટેના ચાર્જ 155 થી વધીને 230 થઈ ગયા છે. આ 50% નો વધારો બોજારૂપ છે. લાખો વ્યક્તિઓ કે જેઓ તેમના કામ માટે વડોદરા અને ભરૂચ વચ્ચે મુસાફરી કરે છે તેઓને હાલાકી થશે. આ ઉપરાંત જો કોઈ વાહન એક જ ટોલ પ્લાઝા પરથી 24 કલાકની અંદર બેથી વધુ વખત પસાર થાય છે, તો હવે વધારાની રકમ વસૂલવામાં આવે છે, જેથી ટોલ ચાર્જમાં ઘટાડો અને 24-કલાકની અંદર ફરી પાસ થવા માટે વધારાની ટોલ ફીની પ્રથા બંધ થાય તે જરૂરી છે.