Surat : સુરત મહાનગરપાલિકામાં 1990થી ભાજપનું રાજ છે પરંતુ આટલા વર્ષો પછી પણ ભાજપ કોટ વિસ્તારમાં તમામ સુવિધાઓ આપવા માટે નિષ્ફળ ગઈ છે. સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઘણા પરિવારો ઝોન છોડી રહ્યાં છે આ હીજરતના કારણે કોટ વિસ્તાર ખાલી થયો છે. આવો આરોપ વિપક્ષે નહી પરંતુ ભાજપના જ એક ધારાસભ્યએ કર્યો છે. શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવા માટેની માંગણી કરી છે તેમાં આ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે તેના કારણે ભાજપ દ્વારા પાયાની સુવિધા આપવામાં આવી ન હોવાની સીધી કબુલાત કરી દીધી છે.
સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ શહેરના કોટ વિસ્તારમાં 9 મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા સીસી રોડ બનાવવા માટેની માંગણી કરી છે.