આગામી સપ્તાહ તા. 14-12-24 થી 20-12-24 સુધી કેવુ રહેશે આપના માટે થશે લાભ કે થશે નુકસાન જાણી લો. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.
મેષ (અ.લ.ઈ.)
મનના ઓરતાઓ કે અપેક્ષાઓ અધૂરા રહેતા જણાશે. મનને સમતોલ રાખવું યોગ્ય થશે. નાણાકીય ગૂંચવણો-અભાવ અને કટોકટી નિવારવા અન્યની મદદ લેવી પડે. બચત અશક્ય લાગે, વ્યવસાય ક્ષેત્રે-નોકરીમાં આપને ઘણી અગવડો દેખાય પરંતુ જો પ્રયત્નો કરશો તો સારું ફળ પ્રાપ્ત થાય, પતિ-પત્ની કે કુટુંબીજન-પ્રિયમિત્ર અંગે ઘણી ગેરસમજો ચકમક સર્જી શકે, સમજદારી રાખવી, આરોગ્ય મધ્યમ- પ્રવાસ સફળ.
વૃષભ (બ.વ.ઉ.)
આપના મનની સ્થિતિ ડામાડોળ કે ટેન્શન કરાવે તેવી ઘટનાઓ સમયે સંયમ શાંતિ વધુ કામ લાગે, આર્થિક વ્યવહારોમાં પણ વધુ ખોટા નિર્ણયો-ખર્ચા- રોકાણ ન થાય તે જોજો તો લાભ વધારી શકો, નોકરિયાતને કાર્ય ચિંતા ઉકેલાય, ધંધા વ્યવસાયમાં ધીમી મક્કમ પ્રગતિ સ્થિરતા આવે, પરિવારજનો- સ્વજન સાથેના સંબંધોમાં સુલેહ રહે, તબિયત બગડી શકે, પ્રવાસ ફળદાયી.
મિથુન (ક.છ.ઘ.)
આપની મનની મૂંઝવણો અને કોઈ વિષાદની લાગણી હળવી બને, આવક-જાવકની સમસ્યા જણાય, ધાર્યો લાભ અટકતો લાગે, વ્યય અટકાવજો, કાર્ય સફળતા માટે આપની મહેનત લેખે લાગે, નોકરી અંગે કોઈ તક સર્જાય, ધંધા-વેપારમાં કઠિન સંજોગ હળવા બને, મકાન સંપત્તિ-વાહન કે અન્ય કચેરીના કામોમાં સફળતા. દાંપત્યજીવનમાં મનદુઃખ જણાય, લાગણીથી જીતી શકો, સગાં સ્વજનથી વિચારભેદ અટકાવજો, આરોગ્ય સચવાય, પ્રવાસમાં પ્રતિકૂળતા.
કર્ક (ડ.હ.)
અગમ્ય યા અકથ્ય વેદનાનો અનુભવ જણાય, ધાર્મિક ભક્તિભાવથી શાંતિ. આર્થિક બાબતો ગૂંચવાતી લાગે, એક સાંધતા તેર તૂટે તેવી સ્થિતિ દેખાય, ખોટા ખર્ચ વ્યય ખરીદી ટાળજો, સંપત્તિ-વાહન કાર્યો હોય કે સરકારી ખાનગી બાબતો અંગે સમય કઠિન છે. નોકરિયાતોએ મહેનત વધારવી પડે, ધંધામાં હજી પ્રતિકૂળતા, કૌટુંબિક કામકાજો થાય, અગત્યનો પ્રસંગ, સ્નેહીથી મિલન મુલાકાત. આરોગ્ય સાચવવું, પ્રવાસમાં વિલંબ.
સિંહ (મ.ટ.)
આપની કોઈ સમસ્યા હોય તો તેના ઉકેલનો માર્ગ મળતા રાહત મળે, અશાંતિ દૂર થાય, આર્થિક પરિસ્થિતિ અસમતોલ ન બને તે જોજો, આવક સામે વ્યય ખર્ચ વધશે, દેવું લોન અંગે તણાવ. કાર્ય સફળતા માટે વધુ પ્રયત્નો કરવા ધીરજ ધરવી પડે, મુશ્કેલી હળવી બને, નોકરી-ધંધાની બાબતો અંગે સાનુકૂળતા, સગાં-સ્વજનની મદદ મેળવી શકો, પતિ-પત્ની વચ્ચેનો મનમેળ રહે, આરોગ્ય સુધરે, પ્રવાસ મજાનો બને.
કન્યા (પ.ઠ.ણ.)
મનની વ્યથા વેદના હળવા બને, આનંદ, ઉત્સાહ અનુભવાય, નાણાભીડ હળવી બને, મદદ મળે, કોઈ નવીન તક ઊભી થાય, લાભની તક, સંપત્તિ-વાહનના પ્રશ્નો અણઉકલ્યા રહેતા લાગે, નોકરી અંગે પ્રતિકૂળતા, ધંધા-વ્યવસાયમાં ધીમી ગતિએ પ્રગતિ. કૌટુંબિક-બાબતો અંગે સમય સુધરે, પતિ-પત્નીનો મનમેળ સર્જાય, મિત્ર ઉપયોગી, આરોગ્ય ચિંતા દૂર થાય, પ્રવાસ સફળ બને.
તુલા (ર.ત.)
અશાંતિના વાદળ વિખેરાતા લાગે, આનંદનો પ્રસંગ, ઉત્સાહકારક સંજોગ, આવક વૃદ્ધિની તક સર્જાય, ખર્ચ ઉઘરાણી સરભર થાય, મિત્રની મદદ રહે, મકાન-વાહનના કામકાજો અંગે સાનુકૂળ તક, મદદ સર્જાય, નોકરી અંગે પ્રગતિકારક સંજોગ, ધંધા-વ્યવસાયના લાભની આશા ફળે, દાંપત્યજીવનની ગેરસમજો નિવારાય, સગાં-સ્નેહી મિત્રનો સહકાર મળે, આરોગ્ય મિશ્રા- પ્રવાસમાં સાવધાન રહેવું.
વૃશ્ચિક (ન.ય.)
વિનાકારણ તાણ અને મનનો બોજો જણાય, ઉદ્યમી રહેવું પડે, નાણાકીય સ્થિતિ અસમતોલ બનતી જણાય, આવક મુશ્કેલ જણાય, ઉઘરાણીમાં ધ્યાન આપવું, ખર્ચ ટાળવા, આપના પ્રયત્નો વધારીને કોઈ કતામ સફળ કરી શકો, ધીરજની કસોટી થાય, નોકરી અંગે સમય સામાન્ય, ધંધા-વ્યવસાય અંગે સમય સુધરે, જીવનસાથીની મદદ, પ્રેમ લાગણી મેળવવા સહાનુભૂતિ રાખવી, મિત્ર, સગાં સ્વજનથી મિલન, આરોગ્ય સાચવવું, પ્રવાસમાં આનંદ.
ધન (ભ.ફ.ઢ.ધ.)
મન પરનો ઉચાટ વધે નહીં તે માટે ધર્મભાવના મદદરૂપ. આવક-જાવકની સ્થિતિ વિષમ બને, જે નાણાભીડનો અનુભવ કરાવે. લેણદારોથી ચિંતા જણાય. મકાન-સંપત્તિ-વાહન અને અન્ય કાર્યો વગેરે માટે મુશ્કેલી હશે તો તેનો હલ મળે, નોકરી-ધંધા-વેપારની પ્રગતિ માટે નવીન તક સર્જાશે, ગૃહજીવન, કૌટુંબિક સંબંધો, સગાં-વગેરે અંગે સમસ્યા રહે, તબિયત જળવાય, પ્રવાસમાં વિઘ્ન.
મકર (ખ.જ.)
આપની ધીરજની કસોટી થતી જણાય, માનસિક તાણ અનુભવાય, આર્થિક પરિસ્થિતિ- આવક-જાવક વચ્ચે સમતોલન જરૂરી બને, ખોટા-ખર્ચ નુકસાનથી બચવું પડે, નોકરી-ધંધા-વેપાર અર્થેના કામકાજો પર ધ્યાન આપજો, પ્રતિકૂળ વિકટતા જણાય, મકાન વાહનની તકલીફ જણાય દાંપત્યજીવનમાં સુખ શાંતિ અને મનમેળ સર્જવા લાગણી વ્યક્ત કરજો, તબિયત સચવાય, પ્રવાસ મજાનો બને.
કુંભ (ગ.શ.સ.)
મનોસ્થિતિ અસ્વસ્થ અને અશાંત રહેતી અનુભવાશે, રાહત માટે યોગ મદદ રૂપ બને, આર્થિક સ્થિતિ તંગ જણાય પણ જરૂર વખતે આવક આવતાં કામ પાર પડતાં રાહત, ખર્ચ અટકાવજો, નોકરિયાત અને વ્યવસાયિકો માટે આ સમય કઠિન જણાશે. ધાર્યા કામો વિલંબમાં પડી શકે, ધંધામાં વેપારમાં ઉતાવળા ન થવું, ગૃહજીવનમાં સંવાદિતા પ્રસન્નતા રહે, પ્રવાસ મજાનો બને, તબિયત સચવાય.
મીન (દ.ચ.ઝ.થ.)
ઉદ્વેગ- વ્યથા અને વિષાદથી બચવા આધ્યાત્મિક રહી હકારાત્મક વિચારો ઉપયોગી થશે, નાણાભીડ અનુભવાય. ખર્ચાને પહોંચી વળવું મુશ્કેલ, ધારી આવક ઘટે વેપાર-ધંધા-નોકરી યા કામકામજો કે અન્ય કામગીરીને આગળ વધારવા આપનો પુરુષાર્થ મદદરૂપ થાય, ચિંતાનું નિવારણ મળે, કૌટુંબિક સ્વજનો સ્નેહી મિત્ર અંગે સમય સહાય સંવાદિતા અપાવે, તબિયત નરમ બને, પ્રવાસમાં વિલંબ.