પૂર્વ કચ્છ, અમદાવાદ અને મહેસાણામાંથી ચોરી કરેલી કુલ 7 બાઈકો કબ્જે કરાઈ
ગાંધીધામ: રાપરનાં ડાભુડા ત્રણ રસ્તા પાસે પોલીસે ચોરી કરેલી બાઈક સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા તેમના કબ્જામાંથી પૂર્વ કચ્છ, અમદાવાદ અને મહેસાણાનાં અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલી કુલ ૭ બાઈકો પોલીસે કબ્જે કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાપર પોલીસે તપાસ દરમિયાન રાપરનાં ડાભુડા ત્રણ રસ્તા પાસે નંબર પ્લેટ વગરની બાઈક પર જતા ત્રણ શખ્સો ૧૯ વર્ષીય ગોવિંદસિંગ સત્કારસિંગ સરદાર, ૨૩ વર્ષીય કરીમશા મામદશા શેખ અને ભચુખાન સાયબખાન બલોચ (રહે. ત્રણેય રાપર)ને ઝડપી પાડયા હતા.