28 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, ડિસેમ્બર 14, 2024
28 C
Surat
શનિવાર, ડિસેમ્બર 14, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાWashington: ટ્રમ્પ 18,000 ભારતીયોને અમેરિકામાંથી હાંકી કાઢશે

Washington: ટ્રમ્પ 18,000 ભારતીયોને અમેરિકામાંથી હાંકી કાઢશે


અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોગંદવિધિ બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે સખત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે વારંવાર અમેરિકાને પ્રવાસી મુક્ત બનાવવાની વાત કરી હતી. આ મુદ્દે તેમણે યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી છે.

આ યોજનાને સાકાર કરવા માટે અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ)એ દેશમાંથી હાંકી કાઢવા માટે 15 લાખ લોકોનું લિસ્ટ તૈયાર કરી દીધું છે. સમાચારો અનુસાર, આ લિસ્ટમાં 18,000 ગેરકાયદે ભારતીય પ્રવાસીઓનો પણ સામેલ છે.ગયા મહિને બહાર પડાયેલા આઇસીઇના ડેટા અનુસાર, અમેરિકામાં દેશ છોડવાના આદેશવાળા ડોકેટે 15 લાખ લોકોમાં 17,940 ભારતીય સામેલ છે. તેમણે ટૂંકા ગાળામાં સ્વદેશ પાછા જવું પડી શકે છે. ભારતના એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં અત્યારે ભારતમાંથી ગયેલા 7,25,000 ગેરકાયદે પ્રવાસી છે. મેક્સિકો અને અલ-સાલ્વાડોર પછી અમેરિકામાં સૌથી વધારે ગેરકાયદે પ્રવાસી ભારતના છે. જ્યારે, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2022માં અમેરિકામાં લગભગ 11 મિલિયન ગેરકાયદે પ્રવાસી વસવાટ કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર કહ્યું છે કે તેઓ

ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર કાઢી મૂકવા માટે કંઈ પણ કરશે. તેમણે કહ્યું કે જરૂરિયાત ઊભી થશે તો તેના માટે અમેરિકાની સેનાનો પણ ઉપયોગ કરશે. તેમણે ગુરુવારે પ્રકાશિત એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ આ વાતનું પુનરાવર્તન કરશે. ટ્રમ્પે કહ્યું કે કોઈ દેશમાં ગેરકાયદે ઘૂસવું કે આક્રમણ કરવા બરાબર છે, તેને અટકાવવાની જરૂર છે.

ટ્રમ્પે પોતે ટાઇમ પર્સન ઓફ ધ યર બનવાની જાહેરાત બાદ કહ્યું કે, હું આપણા દેશ પર આક્રમણ માનું છું. હું નથી ઇચ્છતો કે તેઓ આગામી 20 વર્ષ સુધી શિબિરમાં બેસી રહે.

હું ઇચ્છું છું કે તેઓ બહાર નીકળે અને તેમણે પોતાના દેશમાં પાછા જવું પડશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય