M S University Vadodara : વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ની હેડ ઓફિસ પાછળથી વધુ બે ચંદનના વૃક્ષોની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. જેને લઇને યુનિવર્સિટીની સિક્યુરિટી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
વડોદરા શહેરમાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માંથી અવારનવાર ચંદનના વૃક્ષોની ચોરી થતી હોવાના બનાવો બનતા રહે છે. ત્યારે વધુ એક વાર યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળથી બે ચંદનના ઝાડની ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં એવી વિગત છે કે યુનિવર્સિટી હેડ ઓફિસ પાછળ ગઈકાલે રાત્રિના સમયે તસ્કરો ઝાડ કાપવાના હથિયારો સાથે ત્રાટક્યા હતા.