23 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 13, 2024
23 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 13, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeબિઝનેસ3 દિવસમાં આધારકાર્ડ ફ્રીમાં કરો અપડેટ, નહીં તો ચૂકવવી પડશે મોટી ફી

3 દિવસમાં આધારકાર્ડ ફ્રીમાં કરો અપડેટ, નહીં તો ચૂકવવી પડશે મોટી ફી


યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે આધાર કાર્ડ ધારકો નક્કી કરેલી સમયમર્યાદા સુધી આધાર કાર્ડમાં તેમની જન્મતારીખ, બાયોમેટ્રિક્સ, સરનામું અને અન્ય અપડેટ્સ સહિતની વિગત મફતમાં અપડેટ કરી શકે છે.

સમયમર્યાદાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી

ત્યારે હવે આ સમયમર્યાદાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે અને તમારી પાસે તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવા માટે હવે માત્ર 3 દિવસ જ બાકી છે. જો તમારે તમારા આધાર કાર્ડમાં સરનામું, બાયોમેટ્રિક્સ અને જન્મ તારીખ અને મફત અપડેટ કરવા માટેની સમયમર્યાદા પૂરી થઈ જાય છે અને તમારે આધારકાર્ડમાં કંઈપણ વિગત અપડેટ કરવાની જરૂર હોય તો તમારે શું કરવું પડશે? તે જાણકારી અમે તમને અહીં આપીશું. આ સાથે અમે તમને જણાવીશું કે તમે ઘરે બેસીને તમારું આધાર કાર્ડ કેવી રીતે ફ્રીમાં ઓનલાઈન અપડેટ કરી શકો છો.

કઈ છે મફતમાં આધારકાર્ડ અપડેટની કરવાની છેલ્લી તારીખ?

UIDAI મુજબ આધારકાર્ડ ધારકો 14મી ડિસેમ્બરની મધ્યરાત 12 સુધી MyAadhaar પોર્ટલ દ્વારા તેમના કાર્ડને મફતમાં અપડેટ કરી શકે છે. જો આ પછી તમે આધાર કાર્ડ અપડેટ કરો છો તો તમારે આધાર કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં UIDAI દ્વારા નિર્ધારિત ફીની ચૂકવણી પણ કરવી પડશે.

આ સાથે તમે ભુવન આધાર પોર્ટલ પરથી જીપીએસ દ્વારા તમારી નજીકના આધાર નોંધણી કેન્દ્રને શોધી શકો છો. જો તમને આમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમે શહેરના પિન કોડ દ્વારા આધાર એનરોલમેન્ટ સેન્ટર પણ શોધી શકો છો. અહીં જઈને તમે જરૂરી દસ્તાવેજો જમા કરાવી શકો છો.

આ રીતે ઓનલાઈન આધાર કાર્ડ કરી શકો છો અપડેટ

  1. UIDAI myaadhaar.uidai.gov.inની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  2. આધાર નંબર અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલા OTP વડે લોગ ઈન કરો.
  3. “આધાર અપડેટ” નો વિકલ્પ પસંદ કરો.
  4. અપડેટ કરવા માટે જરૂરી માહિતી દાખલ કરો.
  5. અપડેટ સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો.
  6. “હું ચકાસો છું કે ઉપરની વિગતો સાચી છે” ના ચેકબોક્સ પર ટીક કરીને સબમિટ કરો.
  7. તમને 14 અંકનો સ્વીકૃતિ નંબર મળશે.
  8. તમે આ નંબર પરથી અપડેટ સ્ટેટસ ચેક કરી શકો છો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય