રાજકોટના જેતપુરમાં માતાએ બે સંતાનો સાથે આપઘાત કર્યો છે,જામકંડોરણાના સનાળા ગામે આ બનાવ બન્યો છે જેમાં દાહોદમાંથી ખેત મજૂરી કરવા પરિવાર આવ્યો હતો અને આપઘાત કર્યો હોવાની વાત છે,માતાએ સંતાનોને દવા પીવડાવ્યા બાદ પોતે દવા પી લીધી હોવાની વાત છે,પતિએ પત્નીને કામ બાબતે ઠપકો આપતા આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.
જામકંડોરણા પોલીસે આગળની તપાસ હાથધરી
આ સમગ્ર ઘટનામાં જામકંડોરણા પોલીસે તપાસ હાથધરી છે.અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને તપાસ હાથધરી છે,પતિની અટકાયત કરીને તેની પણ પૂછપરછ હાથધરવામાં આવી છે સાથે સાથે મૃતકોના પીએમ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે,તો મૃતક મહિલા પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે કામ કરવાની બાબતે આ માથાકૂટ થઈ છે.
દાહોદ જિલ્લામાંથી ખેત મજૂરી કરવા પરિવાર આવ્યો હતો
પરિવાર દાહોદ જિલ્લામાંથી ખેતમજૂરી માટે આવ્યો છે,અને પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપતા પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા પીધી છે.માતાએ બંને સંતાનોને ઝેરી દવા પીડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પીધી હોવાની વિગત સામે આવી છે.પરિવારના અન્ય સભ્યો મજૂરી કામ કરી પરત આવતા રૂમનો દરવાજો ન ખુલતા દરવાજો તોડી જોતા ત્રણે સભ્યો મૃત્યુ પામ્યા હતા,મૃતક સેના બેન 36 વર્ષીય જ્યારે પુત્ર આયુષ 5 વર્ષીય અને દીકરી કાજલ 6 વર્ષીયના મોત થયું છે.ત્રણે મૃતકોને પીએમ અર્થ જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.
ગઈકાલે ધોરાજીમાં યુવતીએ કર્યો આપઘાત
ધોરાજીના ગોકુલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે ર1 વર્ષીય પરિણીતાએ ઉંદર મારવાની દવા પી જીવન ટુંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને ડીવાયએસપીએ તપાસ હાથ ધરી હતી. પતિને ધંધામાં ખોટ આવતા ઘરેણા વેંચી નાખતા મિતલ શંખેસરીયાએ અંતિમ પગલુ ભરી લીધાનું સામે આવ્યું હતું.