સીરીયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડાએ હત્યા કરી હતી
ચાર કલાક ખોદકામ બાદ અવશેષો મળ્યા, ફોરેન્સિક નિષ્ણાત તબીબો પોસ્ટમોર્ટમ કરશે
રાજકોટ: પરિવારના સભ્યો સહિત ૧૩ જણાની સોડિયમ નાઈટ્રેટ કેમિકલ પીવડાવી હત્યા કરનાર સીરીયલ કિલર તાંત્રીક નવલસિંહ ચાવડાએ રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી નગ્મા કાદરભાઈ મુકાસમ નામની યુવતીની પણ હત્યા કરી લાશ વાંકાનેર નજીક દાટી દીધી હતી. જે લાશના અવશેષો આજે પોલીસે બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
રાજકોટમાં ભગવતીપરામાં રહેતાં કાદરભાઈ અલીભાઈ મુકાસમ પોતાની તકલીફો દૂર કરવા તાંત્રીક નવલસિંહ ચાવડાના શરણે ગયા હતા.