– પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા
– વલસાડ જિલ્લામાં રહેતા ત્રણ શખ્સોએ વર્ના ગાડી બેફામ હંકારતા ભયનો માહોલ સર્જાયો
ગઢડા : ગઢડા શહેરમાં બેફામ ઝડપે દોડી રહેલી ફોર વ્હીલ કારે પોલીસની ગાડીને ટક્કર મારી નુકશાન કર્યું હતું. આથી કારને અટકાવવા પોલીસે નાકાબંધી કરી હતી અને કારની પીછો કરતા રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાનમાં, પોલીસે પીછો કરી કારમાં સવાર ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.