21 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
21 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: પ્રોપર્ટી ટેક્સમાં સુધારા માટે હવે એક જ ફોર્મ ભરવું પડશે

Ahmedabad: પ્રોપર્ટી ટેક્સમાં સુધારા માટે હવે એક જ ફોર્મ ભરવું પડશે


AMC પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં નામ સુધારવા, મિલ્કતના પરિબળમાં ફેરફાર, ટેક્સ ઘટાડો, ખાલી- બંધનો લાભ, વગેરે સહિતના સુધારા કરાવવા માટે હવે શહેરીજનોએ એક જ ફોર્મ ભરવું પડશે. આમ શહેરીજનોને જુદા જુદા 8 ફોર્મ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. પશ્ચિમ ઝોનની 19 કોમર્શિયલ મિલકતોની હરાજી કરાશે અને કોઇ ખરીદનાર નહિ મળે તો AMC પોતે ટોકન ભાવે મિલકત પોતાનાં નામે કરશે. ગત વર્ષે 291 કોમર્શિયલ મિલકત પર બોજો નોંધાવાયો હતો.

ચાલુ નાણાંકીય વર્ષમાં 301 મિલકત પર બોજા નોંધ કરાવાઈ છે અને 415 મિલકત પર બોજાનોંધની કાર્યવાહી ચાલુ છે. સેલર-1, આરોહી એપાર્ટમેન્ટ, કાંતિલાલ ટાવર, 409-દેવઆર્કેડ,સહિત 19 મિલકતોની હરાજી કરાશે. રેવન્યુ કમિટી ચેરમેને કહ્યું કે, ટેક્સ વિભાગમા જુદા જુદા વાંધા માટે 8 ફોર્મ સુપરત કરવાને બદલે જુદા જુદા પ્રશ્નો પૈકી જે લાગુ પડતો પ્રશ્ન હોય તે માટેના જ પુરાવા રજૂ કરવાના રહેશે. જેના લીધે નાગરિકોને વધુ સરળતા રહેશે.જ ફોર્મ ભરવું પડશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય