યૂનની ઓફિસ અને સહયોગીઓને ત્યાં પોલીસના દરોડા
વિપક્ષ યૂન સામે આજે ફરીથી મહાભિયોગ લાવશે અને શનિવારે તેના પર મતદાન કરવામાં આવશે
સીઓલ: સાઉથ કોરીયામાં માર્શલ લો લાદવામાં આવ્યો અને પરત ખેંચી લેવામાં આવ્યા બાદ ગયા સપ્તાહે તેના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે અટકાયત કેન્દ્રમાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓ પ્રમુખ યૂનના વિશ્વાસુ માનવામાં આવે છે. પ્રમુખ યૂનની ઓફિસે પોલીસની તપાસનો આકરો વિરોધ કર્યો હતો.