15 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
15 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar: જમીનમાં હિસ્સા માપણીની અરજી હવે અર્જન્ટ ગણાશે, 21 દિવસમાં જ ફેંસલો

Gandhinagar: જમીનમાં હિસ્સા માપણીની અરજી હવે અર્જન્ટ ગણાશે, 21 દિવસમાં જ ફેંસલો


ગુજરાતમાં વિકાસ અને ખેતીની જમીનમાં બિનખેતી- NA રૂપાંતરણ તેમજ જમીનમાંથી પૈકી અથવા તો હિસ્સાના વેચાણને તબક્કે પ્રોપર્ટીકાર્ડ ઝડપી જનરેટ થઈ શકે, દૂરસ્તી કમી જાસ્તી પ્રત્રક – KJPની કાર્યવાહી થઈ શકે તેવા ઉદ્દેશ્યથી મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.

સોમવારે પ્રસિધ્ધ પરિપત્રમાં જમીનમાં હિસ્સા માપણીની અરજી ‘અરજન્ટ’ ગણી તેમાં ફી રિસિપ્ટ જનરેટ થયાથી 21 દિવસમાં જ માપણી પૂર્ણ કરવા અથવા એવી અરજીનો નિકાલ કરવા આદેશ થયો છે.મહેસૂલ વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહીથી પરિપત્રનો તમામ કલેક્ટર તેમજ જમીન માપણી દફતર અધિકારીઓને સોમવારથી જ અમલ કરવા કહેવાયુ હતુ. પરિપત્રમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં મહેસૂલી સેવાઓ ઓનલાઈન છે. જ્યાં જમીન દફતર કચેરીઓના હદ, હિસ્સા અને પૈકી માપણી માટેની અરજી કરવાની પ્રક્રિયા IORA પોર્ટલ ઉપર થાય છે. હાલમાં જમીન વેચાણમાં જો હિસ્સા કે પછી 7/12નો કોઈ ચોક્કસ ભાગ એટલે કે પૈકીનું વેચાણ થાય તો જે તે વેચાણ હેઠળના ભાગ માટે ‘હિસ્સા માપણી’ કરાવવાની થાય છે. જેના માટે ગામ નમુના નંબર 7ના બે પાનીયા અલગ કરવા માટે હાલમાં અરજન્ટ માપણી સમય મર્યાદા 30 દિવસ અને સાદી માપણી માટે 60 દિવસની મર્યાદા છે. મહેસૂલ વિભાગે હવે તેનો સમય ઘટાડીને 21 દિવસ કર્યો છે. આથી હવેથી ગામ નમુના નંબર-7 પૈકીની કેટલીક જમીનનું વેચાણ થાય તો તે સંજોગોમાં હિસ્સા માપણીની ‘અરજી અરજન્ટ’ માપણી ગણીને નિર્ણય કરવા આદેશ કરાયો છે. નવા આદેશ મુજબ હિસ્સા માપણીની અરજીનો સ્ક્રુટિની થયા બાદ, તેનો સ્વિકાર કર્યા બાદ જમીન દફતર અધિકારીઓને માપણી ફી રિસિપ્ટ જનરેટ થયેથી 21 દિવસમાં જ અરજીનો નિકાલ કરવાનો રહેશે. બીનખેતીની માપણીની અરજી પણ અરજન્ટ માપણી ગણાશે. એથી ખેતીની જમીનમાં વિભાજન, વેચાણ, બિનખેતી સહિતની પ્રક્રિયા ઝડપી થતા પ્રોપર્ટીકાર્ડ સત્વરે જનરેટ થશે. જેનાથી બાંધકામ ક્ષેત્રના ઉદ્યમીઓ તેમજ મિલકત વસાવનાર ગ્રાહકોને સમય અને આર્થિક ભારણમાં મોટી રાહત મળશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય