બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામનું સર્વર અચાનક ડાઉન થઈ ગયું હતું. જેના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ સમસ્યા શા માટે આવી તે હાલમાં સામે આવ્યું નથી પણ મેટા સર્વર સાથે કનેક્ટ થતાં WhatsApp, Facebook અને Instagram પર આ સમસ્યા સૌપ્રથમ મોડી રાત્રે 11 વાગ્યે અનુભવાઈ હતી.
વોટ્સએપ પર સૌથી વધુ સમસ્યાઓ
આ પછી તરત જ યુઝર્સે તેના વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું. આ સમસ્યા મોડી રાત સુધી લગભગ 11:30 વાગ્યા સુધી ચાલુ રહી હતી. વોટ્સએપ પર યુઝર્સને સૌથી વધુ તકલીફો પડી. ડાઉન ડિટેક્ટર વેબસાઈટ અનુસાર, રાત્રે 11 વાગ્યે 20 હજારથી વધુ ફરિયાદો મળી હતી, લગભગ 15 હજાર ઈન્સ્ટાગ્રામ વિશે અને લગભગ 2.5 હજાર લોકોએ ફેસબુક વિશે જાણ કરી હતી.
X પર ટ્રેન્ડ કરવાનું શરૂ થયું
બુધવારે રાત્રે 11 વાગ્યા સુધી મેટા સર્વર ડાઉન હોવાને કારણે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકે કામ કરવાનું બંધ કર્યું, ત્યારે યુઝર્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ ઘણી પોસ્ટ કરી આ પછી તે X પર ટ્રેન્ડ થવા લાગ્યો.
થોડા સમય બાદ સર્વર પરત શરૂ થયું
બુધવારે રાત્રે 11 વાગ્યાથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ લગભગ એક કલાક માટે ડાઉન હતા, એવા અહેવાલો આવ્યા હતા કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઘણા દેશોમાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન છે. આ સમસ્યા ડેસ્કટોપ અને મોબાઈલ બંને પર હતી. સવારે 11.45 વાગ્યા પછી ધીમે ધીમે ત્રણેય પ્લેટફોર્મ કામ કરવા લાગ્યા.