રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2081 માગશર સુદ બારસ. ગુરુવાર અખંડ દ્વાદશી. ભરણી દીપમ્
મેષ રાશિ
ધીમે ધીમે સફળતા અને પ્રગતિનો અહેસાસ થતો લાગે, પ્રયત્નોે અધૂરા ન રહે તે જોજો.
વૃષભ રાશિ
માનસિક તણાવ અને બોજ હળવો કરવાનો માર્ગ માટે સફળતાની આશા સર્જાય, જરૂરી મદદ ઉભી થાય.
મિથુન રાશિ
શાંત વલણ અને સમાધાન વૃત્તિ મદદરૂપ બને, વ્યવસાયિક ક્ષેત્રે તક મળે, સાનુકૂળતા સર્જાય.
કર્ક રાશિ
સંજોગોનો દોષ નહીં પણ ધ્યાન-પરિશ્રામનો દોષ કોઈ રૂકાવટ આવી શકે, નાણાભીડ.
સિંહ રાશિ
આપની ગણતરી ઊંધી ન વળી જાય તે જોજો, જાગૃત રહી આગળ વધવા સલાહ છે. ગૃહજીવનના પ્રશ્ન હલ થાય.
કન્યા રાશિ
આપની મહત્ત્વની કામગીરીને આગળ ધપાવવા અનુભવીની મદદ લેવી પડે, ખર્ચ અટકાવજો, તબિયત જાળવજો.
તુલા રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ વિલંબથી ચાખવા મળે, કૌટુંબિક બાબત હલ થાય, પ્રવાસ ફળે.
વૃશ્ચિક રાશિ
મનની મુરાદ બર આવતી જણાય, સામાજિક કાર્ય થઈ શકે, સ્નેહીથી વિવાદ ટાળવો.
ધન રાશિ
આપના પર જવાબદારીનો બોજ જણાય, પ્રયત્નો સફળ બને, સ્નેહીથી મિલન-મુલાકાત.
મકર રાશિ
ધીરજના ફળ મીઠા સમજવા કે વિકટ સ્થિતિ હવે સરળ બને, નાણાકીય પ્રશ્ન ઉકેલી શકાય.
કુંભ રાશિ
અસાવધાની અને દુર્લક્ષથી કામ બગડતું જણાય, જાગૃત સાવધ રહેવાથી શુભ ફળ મળે.
મીન રાશિ
પ્રયત્નો વધારીને આપની યોજનાઓને આગળ વધારી શકશો, સામાજિક પ્રસંગ, મુલાકાતથી આનંદ.