21 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
21 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદેશદેશમાં 5 વર્ષમાં 18 કરોડથી વધારે ઈ-ચલણ થયા ઈસ્યુ: નીતિન ગડકરી

દેશમાં 5 વર્ષમાં 18 કરોડથી વધારે ઈ-ચલણ થયા ઈસ્યુ: નીતિન ગડકરી


રોડ પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં એક પ્રશ્નના સંદર્ભમાં પોતાનો જવાબ રજૂ કરતા કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં 18 કરોડ 24 લાખ 5 હજાર 50 ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. આમાંથી સરકારને અબજો રૂપિયાની આવક થઈ છે. ઈ-ચલણ ઈસ્યુ કરવામાં તમિલનાડુ ટોચનું રાજ્ય રહ્યું છે, જ્યાં માત્ર 5 વર્ષમાં જ 5 કરોડથી વધુ ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે.

સરકારને થઈ કરોડો રૂપિયાની કમાણી

વધુમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે 1 જાન્યુઆરી, 2019થી ડિસેમ્બર 2023 સુધીના સમયગાળામાં જ સરકારે ઈ-ચલણથી અંદાજે 12 હજાર 631 કરોડ 97 લાખ 14 હજાર 315 રૂપિયાની કમાણી કરી છે. તમિલનાડુમાં ઈસ્યુ કરાયેલા 5 કરોડથી વધુ ઈ-ચલણના બદલામાં રૂપિયા 755 કરોડથી વધુની રકમ વસૂલ કરવામાં આવી હતી. આ સિવાય દિલ્હીમાં 90 લાખ 22 હજાર 711 ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. જેના કારણે સરકારને 571 કરોડ 43 લાખ 38 હજાર 802 રૂપિયાની કમાણી થઈ છે.

કયા રાજ્યએ મેળવી સૌથી વધારે આવક?

ઈ-ચલણ ઈસ્યુ કરવાની બાબતમાં ઉત્તર પ્રદેશ તામિલનાડુથી આગળ હતું, પરંતુ યુપીને સૌથી વધુ આવક થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં ઈ-ચલણથી મળેલી આવકનો આંકડો અંદાજે રૂ. 24.95 કરોડ 18 લાખથી વધુ છે. ઈ-ચલણ ઈસ્યુ કરવામાં કેરળ ત્રીજા ક્રમે છે, જ્યાં 1 કરોડ 88 લાખ 35 હજાર 738 ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા હતા, જેનાથી 690 કરોડ 92 લાખ રૂપિયાની આવક થઈ હતી. ચોથો નંબર હરિયાણાનો છે, જ્યાં 1 કરોડ 03 લાખ ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા હતા અને તેમાંથી પ્રાપ્ત થતી આવક 14. 65 કરોડ રૂપિયાથી વધુ હતી.

લદ્દાખમાં સૌથી ઓછા ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા

દિલ્હી, રાજસ્થાન, ઓડિશા, બિહાર જેવા રાજ્યો પાંચમા સ્થાને રહ્યા છે. આમાં લદ્દાખ 31મા નંબરે છે, જ્યાં સૌથી ઓછા 651 ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. આ ચલણોના બદલામાં વહીવટીતંત્રને 2 લાખ 96 હજાર 625 રૂપિયાની આવક થઈ હતી. સૌથી ઓછી સંખ્યામાં ઈ-ચલણ ઈસ્યુ કરવાના સંદર્ભમાં સિક્કિમ બીજા સ્થાને અને મણિપુર ત્રીજા સ્થાને હતું. આ પછી બીજા ક્રમે મિઝોરમ, દાદરા નગર હવેલી અને મેઘાલય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય