Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અટલ બ્રીજ ઉપર ઊંચા ઢાળના ચઢાણ પર અતિભારદારી વાહનો, ડમ્પર, પેસેન્જર રીક્ષા, માલવાહક ટેમ્પા, ટ્રેક્ટર ટ્રેઇલર કચરાની ખુલ્લી ગાડીઓ વગેરેને પસાર થવું અઘરું અને મુશ્કેલ પડતું હોવાથી ટ્રાફિક જામ કરે છે જેના લીધે આવા વાહનો માટે અટલ બ્રીજ ઉપર પ્રવેશ પ્રતિબંધ મુકવા માંગણી કરવામાં આવી છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા ગુજરાત સરકાર અને શહેર પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે અટલ બ્રીજને ખુલ્લો મુક્યા બાદ વહીવટી તંત્રની બેદરકારીને કારણે બ્રીજ ઉપરથી પસાર થવું મુશ્કેલ એટલે બની ગયું છે કે બ્રીજ ઉપર જવા માટે ઉભો ઢાળ ચડવા માટે ભારદારી વાહનો ટ્રાફિક જામની સમસ્યા ઉભી કરીને મોટા અવરોધો ઉભા કરે છે. એક તરફ સીધા જવા માટે બનાવેલા બે ટ્રેક રસ્તાઓ પૈકી ડાબી બાજુના એક ટ્રેક ઉપર થી સ્કુટર, મોટરસાયકલ તેમજ અન્ય ખાનગી વાહનો તેમની સામાન્ય ગતિએ પસાર થતા હોય છે. જયારે સીધા જતા ડિવાઈડર બાજુના ટ્રેક ઉપર ભારદારી વાહનો કે જેમાં નિયત વજનથી અનેક ગણું વધારે વજન ભરેલું હોવાથી ઢાળ ખૂબ ધીમે ચડે છે. પેસેન્જર રીક્ષામા ઓછી તાકાત ધરાવતું એન્જીન હોવા છતાય ત્રણ કરતા વધારે પેસેન્જર બેસાડેલા હોય છે.