27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતવડોદરાVadodaraમાં ડિમોલિશન પહેલા સ્થાનિકોમાં રોષ, જુઓ Video

Vadodaraમાં ડિમોલિશન પહેલા સ્થાનિકોમાં રોષ, જુઓ Video


વડોદરાના ગોરવાના મધુનગરથી કરોળિયા રોડના દબાણો હટશે જેને લઈ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે.વૈકલ્પિક વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ છે.24 મીટરનો રોડ અને બ્રિજ બનાવવામાં આવશે.150 મકાનોને પાલિકાએ આપી છે નોટિસ ,7 દિવસમાં દબાણ તોડી પાડવા આદેશ અપાયો છે.વૈકલ્પિક વ્યવસ્થા વગર દબાણો તોડવામાં આવશે તો બુલડોઝર નીચે સુઈ જઈશું તેવી ચિમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.બધા જ મકાન ધારકો મજૂરી કરી કમાય છે.ભર શિયાળે મકાનો તૂટે તો જઈશું ક્યાં તેવા સવાલ છે.

રાજકોટમાં પણ વિવાદ ચાલે છે ડિમોલિશનને લઈ

રાજકોટના કાલાવડ રોડ પર મોટામવા વિસ્તારમાં આવેલી બાપા સીતારામ(સૂચિત) સોસાયટીના 40 અરજદારે મહાનગરપાલિકાએ આપેલી 260(1)ની નોટિસ બાદ ગેરકાયદે કોમર્સિયલ બાંધકામનું ડિમોલિશન ન થાય તે માટે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લેવી પડી છે. ઉપરોક્ત જમીન મુદ્દે માલિક અને તેમાં ગેરકાયદે રહેતા લોકો વચ્ચે 18 વર્ષથી વિવાદ ચાલતો હતો જેમાં બંને પક્ષની દલીલોના અંતે હાઈકોર્ટે અરજીકર્તાઓ સામે આકરું વલણ અખત્યાર કરતાં દબાણકારોએ અરજી પાછી ખેંચી લીધી હતી.

ભાવનગરમાં ડિમોલિશન કરી રોડ ખુલ્લો કર્યો

બોરતળાવ વિસ્તારમાં રહેતા મહેશભાઈએ જણાવ્યું હતું કે, ઉપાધ્યાય સાહેબે પ્રજાની સુખાકારી માટે અને આવાગમન માટે રસ્તો પહોળો કરવાનો નિર્ણય લીધો. મફતનગરનો રોડ 32 મીટરનો હતો. લોકોને વિસ્થાપિત ન થવું પડે બધાની સગવડતા સચવાય તે પ્રમાણે વ્યવસ્થા કરવાની હતી જોકે એ પ્રમાણે પ્રજાના પ્રશ્નનો હલ કરવા માટે ડિમોલિશન કર્યું જેમાં ઘણા બધા લોકોના આવાસ ગયા, છતાં લોકોએ સહજ સ્વીકાર્યું પરંતુ આ કાર્ય થઈને છ મહિના થઈ ગયા છે પરંતુ રસ્તાની હાલતમાં સુધારો નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય