તમે કોઈ મોટું ડોક્યુમેન્ટ તૈયાર કર્યું અને પછી તેને ક્લાયન્ટ સાથે કે અન્ય
લોકો સાથે ઓનલાઇન શેર કરવાનું થયું? હવેના સમયમાં ખાસ્સાં હેવી
ડોક્યુમેન્ટ પણ શેર કરી શકાય છે. પરંતુ સામેની વ્યક્તિ પણ આપણું ડોક્યુમેન્ટ ઝડપથી
ડાઉનલોડ કરી શકે તે માટે આપણે પોતાના ડોક્યુમેન્ટને ઓપ્ટિમાઇઝ કરવું જરૂરી છે.