28 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
28 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસBusiness: RBIના નવા ગવર્નર સામે વૃદ્ધિ, ફુગાવો, રૂપિયાનું અવમૂલ્યન જેવા ત્રેવડા પડકાર

Business: RBIના નવા ગવર્નર સામે વૃદ્ધિ, ફુગાવો, રૂપિયાનું અવમૂલ્યન જેવા ત્રેવડા પડકાર


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગર્વનર પદે સંજય મલ્હોત્રા આવતીકાલે 11મી ડિસેમ્બરથી શક્તિકાંત દાસના અનુગામી હશે. ત્યારે તેમને વૃદ્ધિ, ફુગાવો, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જેવા ત્રેવડા પડકારનો સામનો કરવો પડશે.

વર્તમાન ગર્વનર શક્તિકાંત દાસનો કાર્યકાળ પૂરો થવાનો છે ત્યારે તેઓ હાલમાં પણ આ સમસ્યાઓ સામે લડી રહ્યાં છે. આ સૌથી મોટી ત્રણ સમસ્યાઓ તો પોતાના સ્થાને છે જ ત્યારે તેમણે બેંક ધિરાણને અસર કરતાં નિયમનકારી સુધારા, ડિજિટલ છેતરપિંડી પર અંકુશ અને રિટેલ ફાયનાન્સિયલ પ્રોડક્ટ્ના મિસ-સેલિંગ જેવી સમસ્યાઓનું પણ સમાધાન કરવું પડશે. કેન્દ્રીય કેબિનેટની એપોઈન્ટમેન્ટ્સ કમિટિએ 1990ની બેન્ચના રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી અને હાલમાં રેવન્યૂ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે કાર્યરત સંજય મલ્હોત્રાને આરબીઆઈના 26માં ગર્વનર નીમવા મંજૂરી આપી હતી. તેમનો કાર્યકાળ 11મી ડિસેમ્બરથી ત્રણ વર્ષ સુધીનો રહેશે.

જો નિયમનના દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવે તો મલ્હોત્રાને મુખ્ય નિયમનકારી ફેરફારો લાગુ કરવાના પડકારનો સામનો કરવો પડશે. જેમાં બેંકોને અપેક્ષિત ધિરાણ નુકસાનના આધારે બેડ લોન માટે જોગાવાઈઓ કરવાની આવશ્યકતાનો સમાવેશ થાય છે. જે તેમની બોટમ લાઈન તેમજ ટૂંકા ગાળામાં ધિરાણ કરવાની ક્ષમતાને અસર કરશે પરંતુ ભવિષ્યમાં તેમને ડિફોલ્ટ સમસ્યાનો સામનો કરવા માટે વધુ સારી સ્થિતિમાં મૂકશે.

રિટેલ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો બેન્કિગ સિસ્ટમે ડિજિટલ મોરચે મોટા પગલાં લીધા છે. ત્યારે તેની આડ અસર એટલે કે, ઓનલાઈન છેતરપિંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત રિટેલ દ્રષ્ટિથી બેંકો અને વીમા કંપનીઓ તથા અન્ય નાણાંકીય ઉત્પાદનોનું થતું મિસ સેલિંગ પણ એક મોટી સમસ્યા છે. જેની પર અંકુશ મૂકવો જરૂરી છે. અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા બાદથી ડોલર સામે રૂપિયાનું ખાસ્સું ધોવાણ થયું છે. રૂપિયા સામે ડોલર ઘણો મજબૂત બન્યો છે. આ સાથે અમેરિકાની મધ્યસ્થ બેંક દ્વારા રોકાણને ટેકો આપવા માટે વ્યાજદરમાં પણ ઘટાડો કરવાની પ્રબળ શકયતા જોવાઈ રહી છે.

સંજય મલ્હોત્રા વિશે માહિતી

56 વર્ષીય સંજય મલ્હોત્રા આઈઆઈટી કાનપુર ખાતેથી કોમ્પ્યૂટર સાયસન્માં સ્નાતક છે તેમજ પ્રિન્સ્ટન ખાતેથી પબ્લિક પોલિસીમાં માસ્ટરની ડીગ્રી મેળવી છે

તેઓ ઓક્ટોબર 2022થી રેવન્યૂ સેક્રેટરી તરીકે કાર્યરત હતા, તેઓ ફાઈનાન્સિયલ સર્વિસિસના સચિવ, આરબીઆઈ બોર્ડમાં સરકારના નોમિની, ઈન્ફ્રા ફાઈનાન્સના સીએમડી રહ્યા છે

સંજય મલ્હોત્રા વિશે કહેવાય છે કે, તેઓ લો-પ્રોફાઈલ, વસ્તુઓ પર ઝીણવટભરી નજર નાંખનાર, વસ્તુઓને ઝડપથી સમજનારા છે

સંજય મલ્હોત્રા સામેના પડકારો

વૃદ્ધિ અને ફુગાવા વચ્ચે સમતોલન જાળવી રાખવું, ફુગાવાના ચાર ટકાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવો

ટ્રમ્પ સત્તાની દોર સંભાળે પછી ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જાળવી રાખવું

બેંક બેલેન્સશીટ પર જોખમ સમયે ઈન્ડસ્ટ્રીને ધિરાણનો પ્રવાહ સુનિશ્ચિત કરવો



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય