IBLA 2024: મુંબઈમાં આયોજિત CNBC TV18ના ઈન્ડિયન બિઝનેસ લીડર એવોર્ડ્સ (IBLA) 2024માં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીના આઉટસ્ટેન્ડિંગ કંટ્રીબ્યૂશન ટૂ બ્રાન્ડ ઇન્ડિયા (Outstanding Contribution to Brand India)નું સન્માનિત કરાયા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના હસ્તે નીતા અંબાણીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ અવસરે નીતા અંબાણીએ કહ્યું કે, ‘આ સદી ભારત અને ખાસ કરીને મહિલાઓની છે.’
તેમણે જણાવ્યું કે, NMACC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર)માં અત્યાર સુધીમાં 6000થી વધુ કલાકારો અને 20 લાખથી વધુ મહેમાનોનું સ્વાગત્ કરવામાં આવ્યું છે. તેની સાથે જ માત્ર બે વર્ષમાં આ દુનિયાના સાત ટોચના સાંસ્કૃતિક કેન્દ્રોમાં સ્થાન મળ્યું છે.