Image: Freepik
Sleep: ઊંઘની નિયમિતતા અને સારી રીતે સૂવું માત્ર શરીરને આરામ આપવા સુધી જ મર્યાદિત નથી પરંતુ આ હૃદય અને મગજના આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી છે. તાજેતરમાં જ એક શોધમાં ખુલાસો થયો છે કે જો તમે દરરોજ એક જ સમય પર સૂવા અને જાગવાની ટેવ રાખતાં નથી, તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ 26% સુધી વધી શકે છે. આ અભ્યાસ 40થી 79 વર્ષના 72,000 થી વધુ લોકો પર કરવામાં આવ્યો. શોધમાં ઊંઘની નિયમિતતા હૃદયની બીમારીઓના જોખમનું એક મોટું કારક છે, જે ઊંઘના સમયગાળા કરતાં પણ વધુ પ્રભાવી છે.