18.2 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 13, 2024
18.2 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 13, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતKheda: ખેડા જિલ્લામાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, 2 શખ્સ ઝડપાયા

Kheda: ખેડા જિલ્લામાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, 2 શખ્સ ઝડપાયા


ખેડા જિલ્લામાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. નંદુરબારથી હિંમતનગર ગાંજો લઈ જવાતો હતો તે દરમિયા પોલીસે બાતમીના આધારે સેવાલીયા નજીક કારમાંથી 50 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં ડ્રગ્સ, દારૂ અને ગાંજા સહિતના માંદક પદાર્થો ગુજરાતમાં ખુસાડવા તત્વો અવાર-નવાર નવા કિમયાઓ અપતાવતા હોય છે. તેવામાં ખેડા જીલ્લામાં ગાંજાની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સેવાલીયા પાસેથી કારમાંથી 50 કિલો ગાંજો ઝડપ્યો છે. કારમાં લઈ જવાતો રૂપિયા 5 લાખના ગાંજા સાથે 2 ઈસમોને પોલીસે ઝડપ્યા છે.

સમગ્ર મામલે મહારાષ્ટ્રના નંદુબારથી હિંમતનગર ગાંજો લઈ જવાતો હોવાની આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે. સેવાલીયા પોલીસે કુલ 3 સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળનો ગુનો નોંધ્યો છે.  ગાંજાના જથ્થા સાથે કાર અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 7.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય