– હૃદય સ્થિત મીની બ્રેઇન કેવી રીતે મેઇન બ્રેઇન સાથે સંવાદ સાધે છે?
– હૃદયના ધબકારાંને નિયંત્રિત કરવામાં આ લીટલ બ્રેઇન ચાવીરૂપ ભૂમિકા ભજવે છે
વોશિંગ્ટન : યુએસની કારોલિન્સ્કા ઇન્સ્ટિટયુટ અને કોલંબિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા એક મોટી શોધ કરવામાં આવી છે કે હૃદયનું તેનું આગવું ચેતાતંત્ર છે જે હૃદયના ધબકારાંને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિજ્ઞાનીઓએ આ નવી શોધને મીની બ્રેઇન તરીકે ઓળખાવી છે. નેચર કમ્યુનિકેશન્સ સામયિકમાં પ્રકાશિત આ અભ્યાસને પગલે હૃદય વિશેની લાંબા સમયથી કેળવાયેલી સમજ સામે પડકાર ઉભો થયો છે.