આગામી સપ્તાહ તા. 07-12-24 થી 13-12-24 સુધી કેવુ રહેશે આપના માટે થશે લાભ કે થશે નુકસાન જાણી લો. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.
મેષ (અ.લ.ઈ.)
મનોસ્થિતિ આકૂળ વ્યાકૂળ બને તેવી સ્થિતિ સર્જાય, સમતા કેળવજો. નાણાકીય વ્યવસ્થા અંગે તેમજ લેણ-દેણના કામમાં યા ચુકવણા માટે સમય ધીમેધીમે સાનુકૂળ બને, કોઈ હાથ પર કાર્ય અંગે જોઈતી સુવિધા-મદદ મળતી જણાય, નોકરી યા ધંધા-વેપારમાં આપના પ્રયત્નો ફળદાયી જણાય, સામાજિક દાંપત્ય-સગાં સ્નેહી અંગે આ સમયમાં કોઈ ગેરસમજ ન સર્જાય તે જોજો. અતડા ન રહેવું. આરોગ્ય સુધારવા પ્રયત્ન વધારવા, પ્રવાસના વિઘ્ન દૂર થાય.
વૃષભ (બ.વ.ઉ.)
આપની વેદના વ્યથાઓ કે વ્યગ્રતામાંથી હળવાશ મેળવી શકો, નાણાભીડ પણ દૂર થાય, કોઈ આવકનો માર્ગ ખૂલતો લાગે, આવક પર જાપ્તો રાખવો પડે, આ સમયમાં આપના કચેરીઓને લગતા કાર્યો અંગે સમય સુધરશે, નોકરિયાતને કામમાં સફળતા રહે, ધંધા-વેપારમાં ધાર્યો લાભ વિલંબમાં જણાય, સાંસારિક બાબતો, લગ્ન વિવાહના પ્રશ્નો કે અન્ય કૌટુંબિક સમસ્યાઓ અંગે સમય પ્રતિકૂળ બને, આરોગ્યને બગડવા ન દેશો, પ્રવાસમાં રાહત જણાય.
મિથુન (ક.છ.ઘ.)
વિચારો અને કલ્પનાઓને નકારાત્મક ન બનવા દેશો જેથી શાંતિ રહે, નાણાભીડનો ઉપાય મેળવી શકો, નવી વધારાની આવક ઊભી કરવાના સંયોગો દેખાય, જૂના લેણા મળે, જમીન-મકાન કે વાહન અંગે આપનું કાર્ય ધીમે ધીમે યથાવત જણાય, ધંધા-વેપારમાં લાભ દૂર લાગશે, કૌટુંબિક બાબતો અને સમસ્યાને સૂલઝાવવાનો માર્ગ ઉપાય ફળે, ધીરજના ફળ મીઠા સમજવા, આરોગ્ય સાચવવું પડશે, પ્રવાસમાં વિલંબ જણાય.
કર્ક (ડ.હ.)
આપના હૃદયમાં ધરબાયેલી વ્યથા, ગુસ્સા, ક્રોધ દ્વારા બહાર ન નીકળે તે માટે યોગ-ધ્યાન ઉત્તમ ઉપાય છે. આર્થિક પરિસ્થિતિ અંગે સમય જોઈએ તેવો લાભદાયી નથી બનતો, તેથી જૂની બચત કે અન્ય મદદથી કામ ચલાવવું પડે, મકાન-વાહન કે અન્ય કાર્યો અથવા યોજનાઓ અગે સમય ધીમે ધીમે સુધરતો જણાશે, સફળતાની ચાવી છે. સખત ધૈર્ય સહ મહેનત, નોકરીમાં રાહત, ધંધામાં આશાસ્પદ, ગૃહજીવનમાં સંવાદિતા સ્થાપવી પડે, આપની ગેરસમજ દૂર થાય સગાં-મિત્ર અંગે મનદુઃખ દૂર થાય, આરોગ્ય સુધરે, પ્રવાસ ફળદાયી બને.
સિંહ (મ.ટ.)
તણાવભરી મનોદશામાંથી બહાર આવવા માટે હકારાત્મક વિચારો કરવા આવક વધારવાના ઉપાય મળે, ખર્ચા ઘટાડજો, જૂના લેણા મળે, કરજ ચુકવણીની ચિંતા દૂર થાય, મકાન-વાહન યા અન્ય કાર્યો યોજના કે વાતચીતોમાં આગળ વધી શકશો, નોકરીમાં આગળ વધી શકશો, નોકરીમાં લાભની આશા-વેપાર ધંધામાં સફળ તકો મળે, દાંપત્યજીવનમાં પરસ્પરને ક્ષમા અને પ્રેમની જરૂર સમજવી, સગાં, સ્નેહીની મદદ, સહકાર, આરોગ્ય મિશ્રા રહે, પ્રવાસમાં વિલંબિત.
કન્યા (પ.ઠ.ણ.)
આપના અંતઃકરણના અજંપો દૂર થાય, ઉત્સાહવર્ધક સંજોગ સર્જાય, આવક માટેના પ્રયત્નો અને ધીરજની જરૂર જણાશે, વિશ્વાસે યા ખોટી આશામાં ન રહેવું. આપના સરકારી-ખાનગી કચેરી યા અન્ય કામકાજો માટે સમય સાનુકૂળ બનતો જણાય, અધૂરા કામ પૂરા કરવા તરફ લક્ષ આપવું, નોકરી અંગે સારા સમાચાર, ધંધાકીય બરકત વધારી શકશો, ગૃહવિવાદ ગેરસમજ દૂર કરવા ધ્યાન આપજો, વાતનું વતેસર ન કરવું, આરાગ્ય ચિંતા રહે, પ્રવાસમાં ટેન્શન જણાય.
તુલા (ર.ત.)
મનોવેદના-વ્યથાઓના વાદળો વિખેરાય, આશા-ઉત્સાહ વધશે, નાણાભીડનો ઉકેલ મળે, લાભની તકો આવે, ઉઘરાણી આવી શકે, ખર્ચ વધવા ન દેશો, આપના ધંધા-નોકરીના ક્ષેત્રે સંજોગો રાહત આપે, સુધરતા જોવા મળે, કોઈનો સાથ-સહકાર ઉપયોગી, પતિ-પત્ની અને પ્રિયજન મિત્ર અંગે સંજોગો અશાંત બની શકે, પણ ત્યારબાદ સુમેળ સર્જાય, આરોગ્ય સચવાય, પ્રવાસ મજાનો.
વૃશ્ચિક (ન.ય.)
માનસિક, મૂંઝવણ કે શંકા-કુશંકાઓથી બચવા આપે નકારાત્મક વિચારો અટકાવવા, આવકનો માર્ગ સાંકડો અને જાવક વધતાં પરિસ્થિતિ ભીંસમાં આવે, બચત વધારવી મુશ્કેલ. નોકરિયાત વર્ગને હજુ યોગ્ય ફળ ન મળે, ધંધા-વ્યવસાયના ક્ષેત્રે સફળતા વધે, છતાં યોગ્ય વળતર ન જણાય, જીવનસાથીનો સહકાર મળે, પ્રિયજનથી સંવાદિતા સર્જી શકશો, મૈત્રીનો રંગ ઘટ્ટ થાય, આરોગ્ય સુધરશે, પ્રવાસમાં વિલંબ આવે.
ધન (ભ.ફ.ઢ.ધ.)
કેટલીક આંતરિક શંકા-વહેમ કે પરેશાનીના કારણે મન અશાંત બને, આર્થિક ગૂંચવણો અને કોઈ બોજાના કારણે ચિંતા જણાશે, ઉઘરાણી અટકતી લાગે, લેણદારોથી સંભાળવું પડે, કાર્ય સફળતા મેળવવા માટે આપે યોગ્ય વ્યક્તિની મદદ લેવી પડે, નોકરી અંગે સમય સાધારાણ સુધરે, ધંધા-વેપારમાં લાભની તક સર્જાય, જીવનસાથી વચ્ચેના મતભેદો નિવારી શકશો, સગાં-સ્વજનથી સહકાર જણાય, મિત્ર મદદગાર રહે, આપનું સ્વાસ્થ્ય નરમ જણાશે, પ્રવાસમાં સાવધ રહેવું.
મકર (ખ.જ.)
સતત ઉદ્યમી કાર્યશીલ રહેવું, ટેન્શન દૂર રાખી શકશો, શાંતિ રહે, આવક અંગે આપના પ્રયત્નો ફળે, કોઈ નવીન તક મળે, જૂના લેણાં મેળવી શકો, ખર્ચ અટકાવવા પડે, સફળતા અને પ્રગતિ માટે આપે સતત કાર્યશીલ બનવું પડે, આળસ નુકસાન કરાવશે, નોકરી અંગે સમય પ્રતિકૂળ લાગે, ધંધા-વેપાર અંગે કોઈ લાભની આશા રહે, કૌટુંબિક બાબતો અંગે આપના પ્રયત્નો સફળતા શાંતિ સંયમથી કામ ઉકેલાય, તબિયત સાચવજો, પ્રવાસમાં વિલંબ.
કુંભ (ગ.શ.સ.)
આપના મનની મૂઝવણ હોય કે ચિંતા સમય સુધરતા રાહત મળે, આવક-જાવક વચ્ચે સમતોલન રાખજો, વ્યય વધવા ન દેશો, કોઈ નુકસાનથી સાચવવું, મદદથી કામ સરે, સંપત્તિ-વાહન કે અન્ય કચેરીના કામકાજો. સંતાન અંગેના કાર્ય કે નોેકરી-વ્યવસાયની બાબતો માટે આ સમય અગત્યનો જણાશે, ગૃહજીવનમાં સુખ-શાંતિ રાખવા, પરસ્પર લાગણીથી કામ લેવું, દલીલ, જિદ્દ દૂર રાખવા, સ્વજનથી મિલન, આરોગ્ય બગડી શકે, પ્રવાસમાં વિલંબ.
મીન (દ.ચ.ઝ.થ.)
મનોસ્થિતિ અસ્વસ્થ કે અસ્થિર જણાય, વ્યગ્રતા, ચિંતાનો અનુભવ. આવક વધારવા તરફ ધ્યાન આપશો તો કોઈ તક મળે, વ્યય ખર્ચને અચરાવજો, જૂના લેણા માટે પ્રયત્નો કરવા, મિત્ર યા અન્ય મદદ જણાય, સરકારી ખાનગી કાર્ય અંગે યા સંપત્તિ- વાહન, મકાન બાબતના કામમાં આપને ફળ અટકતું લાગે, નોકરીમાં રાહત ધંધાકીય નવરચના થાય, સંબંધીઓ, મિત્ર યા જીવનસાથી વચ્ચેના મનદુઃખ મતભેદો નિવારાય. સ્નેહીથી સંબંધ મિલન, આરોગ્ય સુધરે, પ્રવાસમાં લાભની તક.